તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:પાનસરમાં સામૂહિક હુમલો થતાં 1 નું મોત : અન્ય એક ઘાયલ

કલોલ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતકના પરિવારજનોએ લાશ ન લેવાનાે નિર્ણય કરતા પોલીસને હોસ્પિટલ રોકાવુ પડ્યુ હતુ.
  • મંગળવારે રાત્રે બાઈક ધીમેથી ચલાવવાનું કહેનારા 2 યુવક સહિત 3ને લાકડીથી ફટકાર્યા, મોડી રાત્રે પથ્થરમારો કરતા 2ને ઈજા થઈ હતી
  • સામાન્ય બાબતે હુમલો કર્યા પછી હુમલાખોરોનું ટોળું ફરી આવ્યુ અને પથ્થર-લાકડીથી માર્યા
  • 5 હુમલાખોર સામે ફરિયાદ: આખરે આ મામલે મોડી રાતે 3ની પોલીસે ધરપકડ કરી
  • આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ ન લેવાના નિર્ણયથી માહોલ ગરમાયો હતો

પાનસર ગામમાં મંગળવારની રાત્રિએ સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીએ વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં માર માર્યા બાદ પણ ઉશ્કેરાયેલા શખ્સે ફરી પથ્થરમારો કરી અફરાતફરી મચાવી હતી ત્યારે સમજાવવા ગયેલા શખ્સો પર પણ તેમણે લાકડીઓથી હુમલો કરતાં બે લોકોને ઈજાઓ થવા પામી હતી જેમાંથી એકનું મોત નીપજતા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી જોવા મળી રહી છે.

કલોલ તાલુકાના પાનસર ગામમાં આવેલા રાવળવાસમાં રહેતા શૈલેશભાઈ અમરતભાઈ રાવળ તથા વિશાળ છોટુભાઈ રાવળ બંન્ને વાસના નાકે રોડ પર ઉભા હતા. તે દરમિયાન રબારી વાસમાં રહેતા રવિ જેરામભાઈ રબારી તથા જીગર રબારી પોતાનું બાઇક લઈને પૂરપાટ નીકળ્યા હતા. ત્યારે બાઇક સ્પીડમાં ન ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા બન્ને શખ્સો તેમજ તેમનું ઉપરાણું લઇ આવેલ વિષ્ણુ કરણભાઈ રબારી વિનું કરણભાઈ રબારી તથા રામજી મફાભાઈ રબારી એ આ બંને યુવકોને ગાળો બોલી લાકડીથી માર માર્યો હતો. ત્યારે દોડી આવેલ જગદીશભાઈ રાવળ વચ્ચે પડી બંનેને બચાવ્યા હતા પણ શૈલેષભાઈના માથાના ભાગે ઇજાઓ થતા તેમને કલોલની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં તેમને માથાના ભાગે 6 ટકા આવ્યા હતા.

બનાવ બાદ ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત.
બનાવ બાદ ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત.

ત્યારબાદ પણ આટલાથી સંતોષ ન માની ઉશ્કેરાઈ ગયેલા શખ્સોએ રાત્રે ફરી રાવળવાસ પર પથ્થરમારો કર્યો હતો. જે બાબતે તેમને સમજાવવા ગયેલા લોકો પર પણ ઉશ્કેરાયેલા પાંચેય શખ્સોએ હુમલો કરી લાકડીઓથી મારતાં હોબાળો મચી ગયો હતો. જેમાં દિનેશભાઈ શાકાભાઈ ભાઈ રાવળ તેમજ બાબુભાઈ શાકાભાઈ રાવળને ગંભીર ઇજાઓ થઇ હતી. ત્યારે ગામના માણસો વચ્ચે પડી તેમને વધુ માંરથી બચાવી 108 મારફતે સારવાર માટે કલોલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જેમાં બાબુભાઈ રાવળનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અંગે તાલુકા પોલીસે દિનેશભાઈની ફરિયાદના આધારે માર મારનારા પાંચેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો
પાનસરમાં બનેલા બનાવના પગલે ડીવાયએસપી તેમજ બે પીઆઈ સહિત નો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બનાવને ગંભીરતાથી લઈ વધુ મોહોલ ન બગડે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.જોકે આ દરમિયાન ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સતત તકેદારી રાખતા આ ઘટના બાદ વધુ કોઈ જ બનાવ ન બનતા લોકોએ રાહતનો દમ લીધો હતો. સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીએ વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં માર માર્યા બાદ પણ ઉશ્કેરાયેલા શખ્સે ફરી પથ્થરમારો કરી અફરાતફરી મચાવી હતી ત્યારે સમજાવવા ગયેલા શખ્સો પર પણ તેમણે લાકડીઓથી હુમલો કરતાં બે લોકોને ઈજાઓ થવા પામી હતી .

ઘવાયેલા બંને ‌વ્યક્તિને કલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ગામના અનેક લોકો ઉમટી પડયા હતા.
ઘવાયેલા બંને ‌વ્યક્તિને કલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ગામના અનેક લોકો ઉમટી પડયા હતા.

પરિવારજનોની જીદના કારણે પોલીસે રાત્રે જ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા
રાત્રે થયેલા હુમલામાં એક શખ્સનું કરુણ મોત નિપજ્યુ હતું. ત્યારે આરોપીઓ ન પકડાય ત્યાં સુધી પરિવાર જનોએ લાશ લેવાનો ઇન્કાર કર્યો હતો. પણ પોલીસે રાત્રે જ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે સમાજના આગેવાનોએ સમજાવતા પરીવારજનોએ લાશ સ્વિકારી અંતિમ સંસ્કારની ક્રિયા હાથ ધરી હતી.અને આમ આખરે આ મામલો થાળે પડ્યો હતો.

આ બનાવમાં શૈલેષભાઈના માથાના ભાગે ઇજાઓ થતા તેમને કલોલની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા હોસ્પિટલમાં અનેક મહિલાઓ પણ ઉમટી પડયા હતા.
આ બનાવમાં શૈલેષભાઈના માથાના ભાગે ઇજાઓ થતા તેમને કલોલની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા હોસ્પિટલમાં અનેક મહિલાઓ પણ ઉમટી પડયા હતા.

મૃતક બાબુભાઈની દિકરીએે 5 દિવસ પહેલા જ દિકરાને જન્મ આપ્યો હતો
ઘરના મોભી એવા સાંકાભાઈ ને સંતાનમાં ફક્ત એક દિકરી છે. જેણે પાંચ દિવસ પહેલા જ દિકરાને જન્મ આપ્યો હતો. જેથી પથ્થર પોતાની દિકરી કે ભાણિયાને ન વાગે તે માટે સમજાવવા ગયા હતા પણ દિનેશભાઈ શાકાભાઈ રાવળ તેમજ બાબુભાઈ શાકાભાઈ રાવળને ગંભીર ઇજાઓ થઇ હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો