તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અકસ્માત:લુખાવાડા ગામમાં 2 બાઇક વચ્ચે અકસ્માતમાં 1ને ઇજા

લીમખેડા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યો બાઇક ચાલક ટક્કર મારી ફરાર
  • ઇજાગ્રસ્તને દાહોદ સિવિલ હોસ્પિટલ લઇ જવાયાં

હુમડપુર ગામના હરીભાઇ બારીયા તા.15મીના રોજ બપોરે બાઇક લઇને મછેલાઇ ગામે સરપંચના ઘરે આવકના દાખલામાં સહી કરાવવા માટે ગયા હતા. ત્યારે લુખાવાડા પ્રાથમિક શાળા રોડ ઉપર મછેલાઇ તરફથી આવતી બાઇકના અજાણ્યા ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઇ પૂર્વક હંકારી લાવી હરીભાઇની બાઇકને ટક્કર મારી નીચે પાડી દઇ જમણા પગે ઘુટણ તેમજ તળીયાના ભાગે ગંભીર ઇજાઓ કરી ભાગી ગયો હતો.

ઇજાગ્રસ્ત હરીભાઇને 108 દ્વારા લીમખેડા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ દાહોદ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે અર્જુનભાઇ બારીયાએ લીમખેડા પોલીસ મથકે અજાણ્યા બાઇક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો