• Gujarati News
  • SpiceJet, IndiGo Start Launch Another Fare War, Offer Massive Cuts In Ticket Prices

હવાઈ મુસાફરીનું સપનું થશે સાકારઃ માત્ર રૂ. 2000માં ક્યાં ક્યાં ફરી શકાશે તે જાણો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખાનગી ક્ષેત્રની લૉ-કોસ્ટ કેરિયર્સ સ્પાઇસ જેટ અને ઇન્ડિગો વચ્ચે પ્રાઇસ વૉર ચાલી રહ્યો છે. બંને એરલાઇન્સ કંપનીઓ એડવાન્સ બુકિંગ પર મોટી છૂટ આપી રહ્યું છે. ખાનગી ક્ષેત્રની વિમાન કંપની સ્પાઇસ જેટ અને ઇન્ડિગોએ આજે હોળી પહેલાં વિમાનના ભાડામાં છૂટની નવી હોડ શરૂ કરી સુપર હોળી સેલ યોજના અંતર્ગત બુકિંગ પર મોટી છૂટની જાહેરાત કરી. સ્પાઇસ જેટે આ અંગેની પુષ્ટિ કરી છે. સ્પાઇસજેટ કંપની 1999 રૂપિયા સુધીની કિંમત પર ટિકિટ વેચશે. ત્યારે ઇન્ડિગોથી આ અંગેની પુષ્ટિ થઇ શકી નથી. પરંતુ ટ્રાવેલ પોર્ટલ એ આવતા પાંચ દિવસ માટે ઇન્ડિગોની ફ્લેશ સેલથી 30 ટકા સુધીની છૂટની પુષ્ટિ કરી છે.

સ્પાઇસ જેટે કહ્યું કે 'સુપર હોલી સેલ' યોજના હેઠળ પસંદગીના માર્ગો પર 12 થી 16મી માર્ચ સુધી આ ઑફર ચાલુ રહેશે અને બુકિંગ 14મી એપ્રિલ થી 30મી જૂન 2014 સુધી મુસાફરી કરી શકાશે. પાંચ દિવસનો આ સેલ આજથી શરૂ થશે. અઢી મહિનામાં વિમાન ક્ષેત્રમાં કિંમતમાં ચોથી વખત ઘટાડો કરાયો છે. આની પહેલાં ફેબ્રુઆરીમાં તમામ એરલાઇન્સ કંપનીઓએ અગ્રીમ બુકિંગ પર 75 ટકા સુધીની છૂટ આપી હતી. આ પ્રકારની તમામ હોડ સ્પાઇજેટ એ શરૂ કરી. આ ઑફર ડોમેસ્ટિક વિમાનમાં મુસાફરી માટે લાગૂ કરાશે, નહીં કે આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે. આ ઓફર ગ્રૂપ બુકિંગ પર લાગૂ કરાશે નહીં.

મેક માઇ ટ્રિપના સીઇઓ રાજેશ મૈગોએ કહ્યું કે સ્પાઇસજેટ અને ઇન્ડિગોએ 30 થી 90 દિવસના અગ્રીમ બુકિંગ પર 'ફ્લેશ સેલ'ની જાહેરાત કરી છે. મુસાફરીનો સમયગાળો વેકેશન દરમ્યાનનો છે જે પેસેન્જર માટે સારા સમાચાર છે.

આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જાણો કયા રૂટ્સનું કેટલું ભાડું