તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂપાણી-સંઘાણી આવશે એક મંચ પર,ઉંધાડ બતાવશે તાકાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બાબરામાં ભાજપના શક્તિ પ્રદર્શનમાં રૂપાણી આવશે
- ગરમાવો : સંઘાણી અને રૂપાણી એક મંચ પર આવવાના હોઇ ભડકો થવાની શક્યતા
- ઉંધાડ દ્વારા તાકાત બતાવવા પ્રયાસ : જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા કરવા પ્રયાસ

બાબરા-લાઠીના કોંગ્રેસના ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી ભાજપમાં કુદકો માર્યો છે ત્યારે શુક્રવારે બાબરામાં વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. ભાજપ વર્તુળમાં થતી ચર્ચા મુજબ ખરેખર આ એક રીતે શક્તિપ્રદર્શન છે. એક તરફ દિલીપ સંઘાણી જુથ રાજકોટમાં તેમના અપમાનના મુદે પોતાનો અવાજ પહોંચાડવા મથી રહ્યુ છે તેવા સમયે તેમના હરીફ જુથના ગણાતા બાવકુભાઇ ઉંધાડના વિસ્તારમાં યોજાનારા આ સંમેલનમાં સૌરાષ્ટ્ર વિભાગના મહામંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહે છે કે કેમ તેના પર સૌની મીટ મંડાઇ છે.

બાબરામાં શુક્રવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. બાવકુભાઇ ઉંધાડે કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામુ દઇ ભાજપમાં પ્રવેશ કર્યો છે ત્યારે તેમના દ્વારા એક રીતે અહિં શક્તિ પ્રદર્શન કરાનાર હોવાનું મનાઇ રહ્યુ છે. જો કે તેમના આ શક્તિ પ્રદર્શનમાં સૌથી મોટો કોઇ અવરોધ હોય તો કોંગ્રેસના બદલે ભાજપનું જ એક જુથ હોવાનું કહેવાય છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી. ફળદુની ઉપસ્થિતિમાં યોજાનારા આ સંમેલનમાં વિજયભાઇ રૂપાણી અને માજી કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણી બન્ને સાથે હાજરી આપશે.


આગળ વાંચો વધુ વિગત પટેલ સમાજ સાથે જોડવા પ્રયાસ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો