તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Paswan Returns To NDA, Formally Announces Alliance With BJP

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 વર્ષે વનવાસ પતાવી NDAમાં પરત પાસવાન, ભાજપની પહેલી યાદી જાહેર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાસવાન ૧૨ વર્ષે NDAમાં પાછા ફર્યા
- પુનર્લગ્ન ; ભાજપ-લોજપાનું જોડાણ, ભાજપ ૩૦ અને લોજપા ૭ બેઠકો પરથી ચૂંટણી લડશે
- પાસવાને કહ્યું , મોદી સેક્યુલર નેતા છે ત્રણ માર્ચે મોદી-પાસવાન એક મંચ પર દેખાશે

રામવિલાસ પાસવાનનો પક્ષ લોક જનશક્તિ પાર્ટી (લોજપા)નું ભાજપ સાથે જોડાણ થઇ ગયું છે. ગુરુવારે રાત્રે દસ વાગે ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહના ઘરે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. બિહારમાં બન્ને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી પણ થઇ ગઇ છે. લોજપાને સાત બેઠકો આપવામાં આવી છે. ભાજપ બિહારમાં બાકીની બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે. ત્રણ બેઠક ઉપેન્દ્ર કુશવાહાના પક્ષ રાલોસપાને આપવામાં આવી છે. ૧૨ વર્ષ પહેલાં મોદીવિરોધને આધાર બનાવીને જ રામવિલાસપાસવાન એનડીએથી અલગ થયા હતા પરંતુ ફરી ગઠબંધનમાં સામેલ થયા પછી પાસવાને કહ્યું - 'અમે પહેલાં પણ એનડીએમાં હતા ત્યારે ૧૮ પક્ષ સામેલ હતા. ઘણા લોકો અધવચ્ચે નીકળી ગયા પરંતુ ખુશીની વાત છે કે હવે ફરી લોકો આવવા લાગ્યા છે. આ વખતે મોદીને વડાપ્રધાન બનાવીશું.’

અગાઉ, સવારે ભાજપના નેતા રવિશંકર પ્રસાદ, રાજીવ પ્રતાપ રૂડી અને શાહનવાજ હુસેન લોજપા નેતા પાસવાનના ઘરે પહોંચ્યા હતા. કલાક લાંબી મંત્રણા પછી રવિશંકર પ્રસાદે જણાવ્યું - ' સારી મંત્રણા થઇ. અમે મીઠાઇ પણ ખાધી,’ પરંતુ ગઠબંધનની જાહેરાત ન થઇ શકી. બેઠકોની વહેંચણી અવરોધ બની રહી છે. આ અવરોધ દૂર કરવામાં બન્ને પક્ષોને વધુ ૧૦ કલાક લાગ્યા. છેવટે રાત્રે દસ વાગે ગઠબંધનની જાહેરાત કરી દેવામાં આવી. લોજપાને હાજીપુર, જમુઇ, વૈશાલી, સમસ્તીપુર, ખગડિયા, મુંગેર અને નાલંદાની બેઠકો આપવામાં આવી છે.

આગળ વાંચો વધુ વિગત

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો