માત્ર સેવાના ઉદ્દેશથી સાધુને જમાડવા આવે છે કરોડપતિઓ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ’ ૧૧ વર્ષ પહેલાં જીપમાં સૂવું પડયું અને જગ્યા બનાવવાનો વિચાર આવ્યો...

લાખ્ખોનો પગાર ધરાવતી સરકારી અધિકારી તરીકેની નોકરી. અને છત્તાંય વર્ષમાં બે વખત ફક્ત સેવાનાંજ ઉદ્દેશથી રજા લઇને લોકોને જમાડવા આવવું. આવું ફક્ત વિચારવું સહેલું લાગે. પરંતુ અમદાવાદનાં એવા કેટલાય સરકારમાં કાર્યરત અધિકારીઓ-કર્મચારીઓ અને નિવૃત્ત અધિકારીઓએ આ વિચારને મૂર્તિ‌મંત કરી દેખાડયો છે.

જીહા, ગિરનાર રોડ ઉપરથી પરિક્રમાનાં રસ્તે વચ્ચે રૂપાયતન રોડ ઉપર કેશવ હરિ સેવાશ્રમ નામની જગ્યા આવે છે. બે માળનાં અને વિશાળ કમ્પાઉન્ડ ધરાવતા આ સ્થળે મહાશિવરાત્રિ અને ગિરનારની પરિક્રમા દરમ્યાન સતત અન્નક્ષેત્ર ધમધમતું રહે છે. આમ તો આ બંને પ્રસંગે અનેક સંસ્થાઓ અન્નક્ષેત્રો ચલાવે છે. પરંતુ આ સંસ્થા અનોખી છે. તેમાં નાનું મોટું કામ કરતા તેમજ ભાવિકોને પ્રેમપૂર્વક જમાડતા સ્વયંસેવકો સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જ હોય છે. કેટલાક સરકારી નોકરીમાંથી રીટાયર થયેલા અધિકારીઓ પણ તેમાં સામેલ હોય છે.

આગળ વાંચો વધુ વિગત