મોદી ઉવાચ: દેશમાં ગઠબંધન, ભ્રષ્ટબંધન અને લઠબંધનની બોલબાલા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ બિહારના પુર્ણિયામાં હુંકાર રેલીને સંબોધી હતી. જેમાં તેમણે કોંગ્રેસ અને થર્ડ ફ્રન્ટ પર નિશાન સાધ્યું હતું. મોદીએ આરોપ મુક્યો હતો કે, ત્રીજા મોરચાના કારણે જ દેશના પૂર્વીય વિસ્તારનો વિકાસ નથી થયો

દેશમાં ચડ્યો છે ભાજપનો રંગ

સ્થાનિક બોલીમાં ભાષણની શરૂઆત કર્યા બાદ મોદીએ હિન્દીમાં ભાષણ શરૂ કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે, દેશભરમાં ભાંગડ, ઠંડાઈ અને રંગોના તહેવાર હોળીનો ખુમાર ચડ્યો છે. એવી જ રીતે દેશભરમાં ભાજપનો રંગ છવાઈ ગયો છે. જો ભાજપ સત્તા ઉપર આવશે તો દેશભરમાં ભાઈચારા અને સદ્દભાવની છોળો ઉડાજીશું.

નીતિશ પર સાધ્યું નિશાન

મોદીએ કહ્યું હતું કે, જ્યારે એમણે (જેડીયુએ) અમારી સાથેનું ગઠબંધન તોડ્યું, ત્યારે કોઈ દેખીતું કારણ ન હતું. પરંતુ બે-ચાર દિવસ પહેલા નીતિશે કહ્યું કે તેઓ વડાપ્રધાનપદ માટે શ્રેષ્ઠ ઉમેદવાર છે અને બીજું કોઈ નથી. ત્યારે સમજાયું કે તેઓ વડાપ્રધાન બનવા માંગે છે એટલે ગઠબંધન તોડ્યું.

જો ભાજપ સત્તા ઉપર આવશે તો બિહારને બિહારને સ્પેશ્યલ સ્ટેસ, કે સ્પેશ્યલ પેકેજ જેવી બાબતો અમારી પ્રાથમિક્તા રહેશે. પરંતુ તેમણે અને બીજા લોકોએ ખાતરી આપવી પડશે કે ભાજપ સરકાર જ્યારે પેકેજ આપે ત્યારે તેઓ ઈગો આડે નહીં લાવે. મોદીએ કોશી રાહત માટે ગુજરાતે મોકલેલા રૂપિયા અને નીતિશ દ્વારા તેને પરત કરી દેવાની ઘટનાનો ઉલ્લેખ કરતા આ વાત કરી હતી. મોદીએ આરોપ મુક્યો હતો કે, નીતિશે ગુજરાતીઓના મોં પર થુંકવાનો પ્રયાસ કર્યો હતો. બિહારની જનતા આવા લોકોને ક્યારેય માફ નહીં કરે. જેપી અને રાજનારાયણ આ જોતા હશે તો તેમનો આત્મા પણ દુભાતો હશે.

ગઠબંધન યુગનો સ્વીકાર

નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યું હતુ કે, હાલનો સમય ભારતમાં ગઠબંધન યુગનો છે. આજે ત્રણ પ્રકારના ગઠબંધન છે. એક ગઠબંધન વાજપેયીના નેતૃત્વમાં હતું, એવું રાજકીય પક્ષોનું ગઠબંધન છે. જેમાં તમામ પક્ષો સાથે મળીને ચૂંટણી લડે છે. બીજું ગઠબંધન એ ભ્રષ્ટબંધન છે. જેમાં ભ્ર,ટાચારમાં લિપ્ત નેતાઓ ગઠબંધન કરે છે અને પછી એકબીજાને છાવરે છે. જ્યારે ત્રીજું લઠબંધન છે. જેમાં લાકડીના જોરે કામ કરતા બાહુબલિઓ યુતિ કરે છે.

ત્રીજા મોરચા પર પ્રહાર

મોદીએ ત્રીજા મોરચા પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, આ ગઠબંન એવા પક્ષોનું ગઠબંધન છે. જેમાંડઝનેકથી વધુ નેતાઓ વડાપ્રધાન બનવા માંગે છે. તેમણે અત્યારથી જ વડાપ્રધાનપદ માટેના કપડા સિવડાવી રાખ્યા છે. કોશીમાં પુર આવ્યું, ગુજરાતમાં ભૂકંપ આવ્યો, આસામમાં હિન્દુ-મુસલમાનોના હુલ્લડ થયા, દેશના જવાનોના માથા કાપીને પાકિસ્તાનીઓ લઈ ગયા, ત્યારે આ ત્રીજા મોરચાના લોકો ક્યાં હતા. આજે જ્યારે ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે તેઓ ઝંડા લઈને નીકળી પડ્યા છે.

દેશના પૂર્વ વિસ્તારનો વિકાસ નથી થઈ શક્યો કારણ કે આ વિસ્તારમાં ત્રીજા મોરચાના પક્ષોનું પ્રભુત્વ છે. જ્યારે પશ્ચિમ પ્રદેશનો વિકાસ થયો છે. ત્રીજા મોરચાના કારણે જ બિહાર,પશ્ચિમ બંગાળ, ઓડિશાનો વિકાસ ન થઈ રહ્યો હોવાનો આરોપ પણ મુક્યો હતો.

આંકડાઓ દ્વારા નીતિશ પર સાધ્યું નિશાન. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.