રડારને મળ્યા સંકેત, ગુમ પ્લેનને લવાયું હતું હિંદમહાસાગરના ટાપુ પર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મિલિટરી રડારે મેળવ્યો તાગ, ગુમ થયેલા વિમાનને ભારતના એક ટાપુ તરફ લઇ જવાયું હતું

છેલ્લા છ દિવસથી ગુમ થયેલ મલેશિયન એરલાઇન્સની ફ્લાઇટ MH370ની તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓએ શુક્રવારે રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યા અનુસાર, મિલિટરી રડારના ડેટા અનુસાર ગુમ થયેલ મલેશિયન પ્લેનને મલય ટાપુઓથી પરથી ઉડાવીને હિન્દ મહાસાગરમાં આવેલા આંદામાન ટાપુઓ તરફ લઇ જવામાં આવ્યું હોવાની આશંકા છે.

તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓએ ઓળખ છતી ન કરવાની શરતે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, મિલિટરી રડાર પર ગુમ થયેલ પ્લેન છેલ્લે જ્યારે જોવામાં આવ્યું ત્યારે તે મલેશિયાની ઉત્તર-પશ્ચિમ દિશા તરફ જતું જણાયું હતું.

તપાસકર્તાઓએ વધુમાં જણાવ્યું હતું કે, પ્લેન જે રૂટ પરથી પસાર થયું તે રૂટ વારંવાર ઉપયોગમાં લેવાતો હવાઇ માર્ગ છે, આથી ગુમ થયેલ પ્લેનને ઉડાવનાર વ્યક્તિએ ફ્લાઇંગની પ્રોપર ટ્રેનિંગ લીધી હોય ને તેને આ હવાઇ રૂટ અંગે પૂરતી માહિતી હોય તેવું જણાય છે. મિલિટરી રડાર અનુસાર, પ્લેન છેલ્લે ભારતના આંદામાન ટાપુઓ તરફ જતું જણાયું હતું.

ફ્લાઇટ MH370ની તપાસ સાથે સંકળાયેલા અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમને જે માહિતી મળી છે તેના આધારે એવું લાગી રહ્યું છે કે, પ્લેન ઉડાવવાનું પૂરતું નોલેજ ધરાવતા વ્યક્તિએ જ ફ્લાઇટને જાણી જોઇને જ આંદામાન તરફ ડાઇવર્ટ કરી હશે.

મલેશિયન પોલિસના સિનિયર અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યા અનુસાર, હાલમાં અમે ગુમ થયેલ પ્લેનના કાટમાળની શોધ કરી રહ્યા છીએ, પરંતુ પ્લેન હાઇજેક થવાની શક્યતાને પણ નકારી શકાય તેમ નથી. અત્યંત સંવદેનશીલ તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓએ પોતાની ઓળખ જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો.

આગળ વાંચોઃ ફ્લાઇટ સેફ્ટી એક્સપર્ટનું ગુમ થયેલા મલેશિયન પ્લેન વિશે શું કહેવું છે? ગુમ થયેલ ફ્લાઇટમાં રહેલા સેલફોન અંગે એક્સપર્ટ ઓપિનિયન, ભારત પણ missing મલેશિયન પ્લેનની તપાસમાં લાગ્યું, ભારતે ખોવાયેલ પ્લેન શોધવા કેવી તૈયારીઓ કરી?