તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મળ્યા પૂરાવા, માથાભારે વગદારોએ કચ્છના નાના રણને વેચી માર્યું રૂપિયા 100 કરોડમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અમિતાભે કરેલી પ્રશંસા કાનમાં ગૂંજે છે ત્યાં જ અભ્યારણ્યની જમીનનો ગેરકાયદે વેચાણનો કારસો
- અભ્યારણ્યની જમીન માટે ગેરકાયદે પાવર ઓફ એટર્ની
- ૧ લાખ એકરમાં દબાણથી ઘુડખરના અસ્તિત્વ‌ સામે જોખમ
- રાજ્યના મીઠા ઉદ્યોગમાં અગ્રણી ૮-૧૦ પાર્ટી સામેલ
- વાંધો ઉઠાવનારને ધમકી, એક વ્યક્તિ પર તો હુમલો કરાયો

આખાં વિશ્વમાં એકમાત્ર કચ્છના નાના રણમાં વિચરતાં ઘુડખર તેમનો અભયારણ્ય વિસ્તાર છોડીને રાપર-ભચાઉ તાલુકાના ગામતળ વિસ્તાર ભણી હિ‌જરત કરી રહ્યાં છે. તેમના માટે રક્ષિત જાહેર કરાયેલાં આ રણમાં માથાભારે તથા વગદાર માણસોએ મીઠાના અગરો માટે અંદાજિત એક લાખ એકરમાં બિન્ધાસ્ત દબાણ કરી, અલભ્ય જંગલી ગધેડા (ઘુડખર)ના અસ્તિત્વ પર મોટું જોખમ સજ્ર્યું છે. કચ્છના સુરજબારીથી માણાબાની જમીન પર ગેરકાયદે પાયા બંધાઈ ગયા છે અને રૂ. ૧૦ લાખથી માંડીને રૂ. ૧ કરોડ અને તેથી પણ વધુ રકમની ૧૦૦થી પણ વધુ ગેરકાયદે નોટરાઈઝ્ડ પાવર ઓફ એટર્ની બારોબાર કરાઈ ચૂકી છે, જેનો દસ્તાવેજી પુરાવો 'દિવ્ય ભાસ્કર’ પાસે છે. આ રીતે કચ્છના નાના રણની અભ્યારણ્યની જમીનને બારોબાર ત્રાહિ‌ત વ્યક્તિઓએ રૂ.૧૦૦ કરોડ જેટલી રકમમાં વેચી માર્યાનું ધ્યાને આવ્યું છે.

કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાને સાંકળતા દુર્ગમ વિસ્તારમાંથી મેળવેલા ચોંકાવનારા અહેવાલ પ્રમાણે નાના રણનો મોટો હિ‌સ્સો, અલગ-અલગ પ્લોટના રૂપમાં, એક અંદાજ પ્રમાણે કુલ રૂ. ૧૦૦ કરોડમાં પરબારો વેચાઇ ગયો છે. બીજી બાજુ જેની લીઝો હતી તે પૂરી થઇ ગઇ હોવા છતાં ત્યાં મીઠાના અગરો ધમધમી રહ્યા છે. છેલ્લા બે-અઢી મહિ‌નાથી જમીન દબાવીને બીજાને વેચી મારવાની ગેરપ્રવૃત્તિ એટલી જોરમાં છે કે, જાણે કાયદા-કાનૂનનું કોઇ અસ્તિત્વ ન હોય. દિવસ-રાત અગર માટેના પાળા બની રહ્યા છે. અંદાજે ૪૦૦ જેટલાં ટ્રેક્ટર તથા પ૦થી ૬૦ જેટલા હિ‌ટાચી મશીન સતત રણમાં દોડી રહ્યાં છે. જ્યાં અલભ્ય ઘુડખર દોડતાં હતાં ત્યાં આ ભારેખમ વાહનો ઘરઘરાટી સાથે 'બેખોફ’ દોડી રહ્યાં છે. આટઆટલું થવા છતાં જંગલખાતું આંખ મિંચામણા કરતું હોય અથવા તો લાપરવાહીથી ઘોરનિદ્રામાં હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

શું કહે છે દસ્તાવેજ જેવી વધુ માહિતી માટે ફોટો સ્લાઈડ કરો..

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો