• Gujarati News
  • Kejriwal Sugar Level Rises Refuses To Vacate Government Bunglow

“...તો હું વડાપ્રધાનપદ માટે મોદીને પસંદ કરીશ”: કેજરીવાલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેજરીવાલ બન્યા રાજકારણી

નથી ખાલી કરતા દિલ્હીનો સરકારી બંગલો

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ બુધવારે મુંબઈ પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલે લોકોને એમ કહીને ચોંકાવી દીધા હતા કે, તેઓ વડાપ્રધાનપદ માટે નરેન્દ્ર મોદીને પસંદ કરી શકે છે. અહીં તેમનું શુગર લેવલ ઘટી ગયું હતું. જેથી તેમની તબિયત લથડી હતી. એવું માનવામાં આવતું હતું કે, નાગપુરનો તેમનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવશે. જોકે, એમ થયું નથી. બીજી બાજુ દિલ્હીના પૂર્વે મુખ્યપ્રધાને સરકારી બંગ્લો ખાલી કરવાનો ઈન્કાર કરી દીધો છે અને વધુ સમય માંગ્યો છે. તેમને આપવામાં આવેલો ગ્રેસ પીરિયડ પણ સમાપ્ત થઈ ગયો હતો. છતાં કેજરીવાલે બંગલો ખાલી નથી કર્યો.

....તો હું મોદીને વડાપ્રધાનપદ માટે પસંદ કરીશ

બુધવારે સ્ટોક બ્રોકર્સ અને બીજા રોકાણકારોની એક બેઠકને કેજરીવાલે સંબોધીત કરી હતી. ત્યારે એક કંપનીના પૂર્વ એમડીએ પુછ્યું હતું કે, "તમારે નરેન્દ્ર મોદી અને માયાવતી માટે વડાપ્રધાનપદ માટે કોઈને ચૂંટવાના હોય તો તમે કોને ચૂંટશો? " જવાબમાં કેજરીવાલે કહ્યું હતુકે, "હું મોદીની પસંદગી કરીશ. પરંતુ આ માટે મારા લમણા પર બંદુક મુકાયેલી હોવી જોઈએ.

નથી ચાલી રહી મોદીની લહેર

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, મુંબઈમાં બુધવારે કહ્યું હતું કે, છેલ્લા દોઢેક વર્ષથી મીડિયાવાળા કહે છે કે, દેશભરમાં મોદીની લહેર ચાલી રહી છે. દિલ્હીમાં અમે જીતી ગયા. હું હરિયાણા ગયો છું, યુપી ગયો છું અને હવે મુંબઈ આવ્યો છું. મને ક્યાંય મોદીની લહેર દેખાતી નથી.

સાઈલન્સ ઝોનમાં કેજરીવાલને કરવી હતી મિટિંગ, ન મળી મંજૂરી, બુધવારે ઘટ્યું સ્યુગર લેવલ. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.