• Gujarati News
  • Congress Second List Publish, Pravin Rathod Nomeeni Bhavnagar Seat

જાહેર થઈ કોંગ્રેસની બીજી યાદીમાં રિપીટ થયા કલંકિતો, કૌભાંડીઓને અગ્રતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોંગ્રેસે બંસલ અને સહાયને ટિકિટ આપી
- કલંકિતો સામે વાંધો નહીં ;૭૧ ઉમેદવારોની બીજી યાદી
-બંસલે લાંચકાંડ, સહાયે કોલસા કૌભાંડમાં મંત્રીપદ ગુમાવ્યું હતું
- કોંગ્રેસની ભાવનગરથી પ્રવિણ રાઠોડને ટિકિટ
- ભાજપે ઉ.પ્ર.-ગુજરાતની યાદી હજુ જાહેર નથી કરી

કોંગ્રેસે ૭૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ કલંકિત ઉમેદવારોને ટિકિટ આપીને પોતાની સ્થિતિ સાફૂ કરી દીધી છે. ભૂતપૂર્વ રેલવે પ્રધાન પવનકુમાર બંસલને ચંદીગઢથી અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુબોધ કાન્ત સહાયને રાંચીથી ટિકિટ આપવામાં આવી છે. આ બંનેએ ભ્રષ્ટાચારના આરોપને કારણે પદ છોડવું પડયું હતું.

કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની યોજાયેલી મેરેથોન બેઠકમાં આ યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. રીતા બહુગુણા જોશીને લખનઉથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ગાઝિયાબાદથી રાજ બબ્રને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ ૨૦૦૯માં આ બેઠક ઉપરથી લડયા હતા. ફિલ્મ અભિનેત્રી નગમાને મેરઠ અને યુવા કોંગ્રેસ અધ્યક્ષ રાજીવ સાટવને મહારાષ્ટ્રના હિંગોલીથી મેદાનમાં ઉતારકવામાં આવ્યા છે. નગમાને મેરઠ ઉપર દયાનંદ ગુપ્તાની જગ્યાએ ઉમેદવાર બનાવ્યાં છે. કોંગ્રેસે શનિવારે ૧૯૪ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી.

આગળ વાંચો કયા ઉમેદવારોને મળી ટિકીટ