તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- કોંગ્રેસમાંથી બીજેપીમાં જોડાયા બાદ ભુજમાં પૂર્વ ધારાસભ્યની પ્રતિક્રિયા
- ભુજમાં કાર્યાલયમાં પ્રથમવાર પ્રવેશ વેળાએ બીજેપી અગ્રણીઓએ છબીલ પટેલનું કર્યું સ્વાગત
- કોંગ્રેસ પર કર્યા પ્રહારો
ગળાં સુધી કાદવમાં પડયા હોઇએ અને ત્યાર બાદ તેમાંથી બહાર આવીને જેટલું સારું લાગે તેટલું જ સારું કોંગ્રેસમાંથી બહાર નીકળીને ભાજપમાં જોડાયા બાદ લાગી રહ્યું છે, એવું કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે ભુજમાં જિલ્લા ભાજપ કાર્યાલયમાં પ્રથમવાર પ્રવેશ કરતી વેળાએ જણાવ્યું હતું.
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં પટેલે જણાવ્યું કે, ગુજરાતનો સપૂત દેશનું કલ્યાણ કરવા હવન કરી રહ્યો છે, ત્યારે તેમાં મારી આહૂતિ પડે અને તેમના માધ્યમથી જો દેશનું ભલું થતું હોય, તો મને ભાજપમાં જોડાવું જોઇએ તે હેતુથી ભાજપમાં જોડાયાનું તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસને તેમણે શિસ્તવગરની પાર્ટી ગણાવી હતી, જ્યારે ભાજપની શિસ્તબદ્ધતા જોઇને જાણે કોઇ વિદેશમાં હોય તેવો અહેસાસ થઇ રહ્યો હોવાનું ઉમેર્યું હતું, જો પાર્ટી વિશ્વાસ મૂકશે, તો ફરી અબડાસા બેઠક પરથી લડવાની તૈયારી પણ તેમણે બતાવી હતી. મોદીને તેમણે પોતાના પહેલાંથી જ આઇકોન ગણાવ્યા હતા.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...
Sponsored By
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.