તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એશિયા કપમાં કોહલીની 'વિરાટ' ઇનિંગથી ભારત જીત્યું 6 વિકેટથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોહલીના ૧૩૬, ભારત જીત્યું
- ભારતે બાંગ્લાદેશને છ વિકેટે હરાવ્યું, મેન ઓફ ધ મેચ કોહલીની ૧૯મી સદી
- બાંગ્લાદેશ ૭/૨૭૯, મુશ્ફિકર રહીમની સદી એળે ગઇ, ભારત ૪/૨૮૦, રહાણે ૭૩

સુકાની તરીકે ત્રીજી સદી નોંધાવનાર વિરાટ કોહલીએ રમેલી કેપ્ટન ઇનિંગ્સની મદદથી ભારતે અહીં બાંગ્લાદેશ સામે રમાયેલી લીગ મેચમાં છ વિકેટે વિજય હાંસલ કરીને એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનનો સંગીન પ્રારંભ કર્યો હતો. બાંગ્લાદેશના સાત વિકેટે ૨૭૯ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ભારતે છ બોલ બાકી રાખીને આસાનીથી વિજય હાંસલ કરી લીધો હતો. વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

વિદેશની સતત બે શ્રેણીમાં પરાજયને ભૂલી જઇને કપરા લક્ષ્યાંક સામે મેદાને પડેલા ભારતીય ઓપનર રોહિ‌ત શર્મા (૨૧) તથા શિખર ધવને (૨૮) પ્રથમ વિકેટ માટે પ૦ રનની ભાગીદારી નોંધાવી હતી. બંને ચાર રનના ગાળામાં આઉટ થયા હતા. ત્યારબાદ બાંગ્લાદેશ સામે પોતાની ત્રીજી સદી નોંધાવનાર કોહલી તથા અજિંક્ય રહાણેએ સાવચેતીથી બેટિંગ કરીને ભારતને ધીમે ધીમે વિજય તરફ દોર્યું હતું. વન-ડેમાં કોહલીએ ૧૯મી સદી નોંધાવી હતી અને ભારતે મેળવેલા વિજયમાં તેની આ ૧૭મી સદી છે. ચાલુ વર્ષે બીજી સદી નોંધાવનાર કોહલીએ ૧૨૨ બોલમાં ૧૬ બાઉન્ડ્રી તથા બે સિક્સર વડે ૧૩૬ રનની ઇનિંગ્સ રમી હતી. તેણે રહાણે સાથે ત્રીજી વિકેટ માટે ૨૧૩ રનની ભાગીદારી નોંધાવી હતી. રહાણેએ ૮૩ બોલમાં ૭૩ રનનું યોગદાન આપ્યું હતું.

અગાઉ સુકાની મુશ્ફિકર રહીમે નોંધાવેલી કારકિર્દીની બીજી સદી વડે બાંગ્લાદેશ સન્માજનક સ્કોર નોંધાવવામાં સફળ રહ્યું હતું. તેણે વરુણ એરોનનો બીમર બોલ પાંસળીમાં વાગ્યો હોવા છતાં લડાયક અભિગમ સાથે બેટિંગ કરીને ૧૧૩ બોલમાં સાત બાઉન્ડ્રી તથા બે સિક્સરની મદદથી ૧૧૭ રન બનાવ્યા હતા. ઓપનર એનામુલ હક સાથે મુશફીકરે ત્રીજી વિકેટ માટે ૧૩૩ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવીને ટીમને શરૂઆતના સંકટમાંથી બહાર કાઢી હતી. વરુણ એરોન ખર્ચાળ પુરવાર થયો હતો અને બે જોખમી બોલ નાખવા બદલ તેને બોલિંગમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ભારત માટે ઝડપી બોલર મોહમ્મદ શમીએ પ૦ રનમાં ચાર વિકેટ ખેરવી હતી.

- અફઘાન સામે પાકિસ્તાનની આજે કસોટી

એશિયાની નવોદિત પરંતુ ટેલેન્ટેડ ટીમ અફઘાનિસ્તાન એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પદાર્પણ કરીને પોતાના અભિયાનની ગુરુવારે અહીં વર્તમાન ચેમ્પિયન પાકિસ્તાન સામે મુકાબલો કરશે ત્યારે સુકાની મિસબાહ ઉલ હકની ટીમની આકરી કસોટી થશે. આગામી વર્ષે યોજાનારા આઇસીસી પ૦-પ૦ ઓવર વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ કર્યા બાદ અફઘાનિસ્તાનને એશિયા કપમાં રમવાની તક આપવામાં આવી છે. અફઘાનિસ્તાનનો લક્ષ્યાંક હવે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા તથા બાંગ્લાદેશને સાંકળી લેતી આ ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કરવાનો છે. અફઘાનિસ્તાનની ટીમ માટે તેના સમર્થકોનો ઘણો ઉત્સાહ છે પરંતુ આ ટીમ આગળ વધે તેવી ઓછી સંભાવના છે કારણ કે તેણે ટેસ્ટ રમતા દેશ સામે હજુ સુધી માત્ર બે વન-ડે રમી છે જેમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા બંને સામે તેને પરાજયનો સામનો કરવો પડયો છે.


આગળ ક્લિક કરો અને મેચની અપડેટ જુઓ.....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો