• Gujarati News
  • Aap Inner Conflict Out In Public After Vishwas Tweets

આપમાં ફાટફુટ, કેજરીવાલે ગુમાવ્યો કુમારનો 'વિશ્વાસ', ટ્વિટર વોર શરૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આમ આદમી પાર્ટીનો આંતરિક વિખવાદ જાહેરમાં આવી ગયો છે. સંયોજક અરવિંદ કેજરીવાલ અને કુમાર વિશ્વાસની વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. બીજી બાજુ, શાઝિયા ઈલ્મીએ સોનિયા ગાંધીની સામે લડવાનો ઈન્કાર કરી દીધો છે. આ બધાની વચ્ચે કેજરીવાલે આંતરિક લડાઈ માટે મોદીને જવાબદાર ઠેરવ્યા છે ! બુધવારની સવાર પડતા 'સૌ' સારાવાના પણ થઈ ગયા હતા.

શાઝિયા ઈલ્મીનું ટ્વિટ

શાઝિયા ઈલ્મીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, હું રાયબરેલીની બેઠક પરથી લોકસભાની સીટ પર ચૂંટણી નથી લડવાની. હું બે મહિનાથી આ વાત કહી રહી છું. રાયબરેલીથી સોનિયા ગાંધી ચૂંટણી જંગમાં છે. શાઝિયાને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સામાન્ય પરાજય બાદ શાઝિયાને લોકસભાની ચૂંટણીમાં દિલ્હીમાં 'સેફ સીટ' આપવાનું વચન આપવામાં આવ્યું હોવાની ચર્ચા છે.

બુધવારે સવારે થયા સારાવાના

બુધવારે સવારે કુમાર વિશ્વાસના ટ્વિટને અરવિંદ કેજરીવાલે રિટ્વિટ કર્યું હતું અને એવું સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, તાજેતરનો વિવાદ મીડિયા સર્જિત છે. વાસ્તવમાં તેઓ સાથે જ છે. આ પહેલા ઈલ્મી અને કુમાર વિશ્વાસે ટિકિટ વિતરણ પ્રણાલી પર પણ જાહેરમાં સવાલ ઉઠાવ્યા હતા.

ઈલ્મીના ટ્વિટથી શરૂ થયો વિવાદ, કેજરીવાલે પણ આપ્યો જવાબ. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.