ન્યૂયોર્કમાં એક ઇમારત ધરાશાઇ થતાં બેનાં મોત થયાં અને મેટ્રો થપ્પ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ન્યૂયોર્ક : ૨ મકાનમાં વિસ્ફોટ, ૨ મોત
- ઇમારતનો કાટમાળ રેલવે ટ્રેક પર, મેટ્રો સેવા બંધ
અમેરિકાના ન્યૂયોર્ક શહેરના મેનહેટનમાં ઇસ્ટ હલેgમ વિસ્તારમાં બુધવારે સવારે બે રહેણાક ઇમારતમાં વિસ્ફોટ બાદ આગ લાગી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, વિસ્ફોટથી બે ઇમારતો તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજયા છે અને ૧૧ જેટલા લોકો ઘાયલ થઈ ગયા છે. વિસ્ફોટના કારણેની મોડી રાત સુધી કોઇ જાણકારી મળી નહોતી. આ ઇમારતમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ન્યૂયોર્કના ફાયર ફાઇટર વિભાગના પ્રવકતાએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે ૧૬૮ જેટલી ફાયર ફાઇટરની ગાડીઓ મોકલવામાં આવી છે અને ૩૯ જેટલા જુદા જુદા વિભાગે વિસ્ફોટ બાદ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે. છ માળની આ ઇમારતમાં અસંખ્ય લોકો રહેતા હતા.
સ્થાનિક સમય અનુસાર સવારે સાડા નવ વાગે આ દુર્ઘટના પછી મેટ્રો નોર્થ રેલ સેવા બંધ કરી દેવાઇ હતી. બ્લાસ્ટના કારણે રેલવે ટ્રેક ઉપર ઇમારતનો કાટમાળ ઉછળીને પડ્યો હોવાથી આ પગલું લેવું પડ્યું હતું. નજરે જોનારા સાક્ષીઓના જણાવ્યાં અનુસાર, આગ રહેણાક ઇમારતમાં લાગી હતી. તેમાં રહેનારા મોટાભાગના લોકો કામ પર જઇ ચૂક્યા હતા. ન્યૂઝ હેલિકોપ્ટરોએ ઇમારતની ઉપરથી તસવીર બહાર પાડી હતી. તેમાં ઇમારતની સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયેલી છત જોવા મળે છે. ઇમારતની આસપાસ રહેલા અનેક લોકોએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ દરમિયાન તેમને ભૂકંપ જેવો આંચકો અનુભવાયો હતો.
ઉપર, ઘટના સમયે પાસેના ટ્રેન પ્લેટફોર્મ પરથી સ્થાનિકે લીધેલી બ્લાસ્ટની તસવીર
ઘટનાની તસવીરો નિહાળવા આગળની સ્લાઇડ ક્લીક કરો