ધરતી પરનું અમૃત છે મધ, સ્વાસ્થ્ય માટે આ રીતે કરો ઉપયોગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મધનો ઉપયોગ ભારતમાં પ્રાચીન સમયથી ન માત્ર ખાદ્ય પદાર્થના રૂપમાં પરંતુ ધાર્મિક અને પૂજા-પાઠમાં પણ થતો આવ્યો છે. આયુર્વેદમાં મધને અમૃત સમાન ઔષધી માનવામાં આવે છે. આમ તો બધી ઋતુમાં મધનું સેવન લાભકારી છે, પણ ઠંડીમાં તો મધનો પ્રયોગ વિશેષ લાભકારી હોય છે અને ડોક્ટર પણ મધ ખાવાની સલાહ આપે છે કારણ કે મધથી શરીરને ઉર્જા પ્રાપ્ત થાય છે. મધ આરોગ્ય માટે અત્યંત ગુણકારી હોય છે. અમૃત સમાન મધ શરીરને સ્વાસ્થ્ય,સુંદર, ઉર્જાવાન અને નિરોગી બનાવી રાખે છે.

દરરોજ એક ચમચી મધનું સેવન કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. જેના કારણે બીમારીઓ પાસે ફરકતી નથી. મધનું સૌથી ખાસ ગુણ એ છે કે તે ક્યારેય ખરાબ થતું નથી. મધ જેમ-જેમજૂનું થતું જાય છે તેમ-તેમ તે વધુ ઉપયોગી થતો જાય છે.

1923 ઈ.સ.માં પિરામિડના એક વૈજ્ઞાનિકને રશિયામાંથી એક મધથી ભરેલો પાત્ર મળ્યો હતો. એ સમય આશ્ચર્યની વાત એ હતી કે તે મધ 3300 વર્ષ જૂનું હતું છતાં ખરાબ થયું ન હતું. તેના સ્વાદ અને ગુણોમાં કોઈ ફેરફાર આવ્યા ન હતા.

આગળની તસ્વીરોમાં ક્લિક કરો અને જાણો મધના એવા જબરદસ્ત ગુણો અને ફાયદા વિશે................