તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજલપોર PSIએ કેમિસ્ટને સમજાવતા મેડીકલ સ્ટોર શરૂ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજલપોર ખાતે આવેલ સરસ્વતી નગર પાસે આવેલ મેડીકલ સ્ટોરનાં સંચાલકે કોરોના વાયરસનાં ડરને કારણે સ્ટાફ ન હોવાને કારણે તેમનો મેડીકલ સ્ટોર બંધ રાખતો હતો. જેને લીધે સ્થાનિકોને શિવાજી ચોક પાસે જવાનું હતું પણ ત્યાં પોલીસનો બદોબસ્ત હોય લોકો ગભરાતા હતા જેને લઈને વિજલપોર પોસઈએ મધ્યસ્થી કરતા આ મેડીકલ સ્ટોર શરુ કરવાતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.

વિજલપોરના સરસ્વતી નગર ખાતે ઓમ મેડીકલ સ્ટોર આવેલ છે તેના સંચાલક દ્વારા કોરોના વાયરસ ના ડરથી સ્ટાફ ન હોવાનું કહી મેડીકલ સ્ટોર બધ જ રાખતો હતો.જેથી આ મેડીકલ બંધ રાખતા થોડે દુર આવેલ શીવાજીચોક પાસે લોકો એ દવા લેવા માટે જવું પડતું હતું.પણ ત્યાં પોલીસ બંદોબસ્ત હોવાને કારણે ત્યાં જવા લોકો ડરતા હતા.જેને લઈને આ વિસ્તારના લોકોએ આરોગ્ય શાખાને આ મેડીકલ સ્ટોર ખોલવા માટે અપીલ કરી હતી. જેને લઈને વિજલપોર પોસઈ એસ.ડી.સાલુંકે આ અપીલને પગલે મેડીકલ સ્ટોરનાં સંચાલકને સમજાવી મેડીકલ સ્ટોર ખોલાવ્યો હતો,વિજલપોર પોલીસનાં આ પગલાંને સ્થાનિકોએ વખાણ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...