તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીખલી પંથકમાં કોરોનાથી ચીકન સેન્ટરોમાં વેકેશન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

થાલા-ચીખલી | ચીખલી નેશનલ હાઈવે નં. 48 ઉપર તેમજ આજુબાજુના ગામોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં નોનવેજનુ વેચાણ કરતા ચીકન સેન્ટરો સુરતીલાલાઓ સહિત ખાનારાથી ધમધમી ઉઠતા હોય છે. જોકે હાલ કોરોના વાયરસના કહેરના કારણે સુરતીલાલાઓ સહિત લોકો બહારગામ જવાનુ ટાળી રહ્યા છે. ચીખલી તાલુકામાં આવેલા આ ચીકન સેન્ટરો સુમસામ બની ગયા છે. રૂ. 400થી 500 કિલો વેચાતા ચીકનના મામણામાં હાલમાં તો ભાવો પડી ભાગ્યા છે. પોલ્ટ્રીફાર્મના મરઘાનુ વેચાણ કરતા સંચાલકો પણ ચિંતામાં મુકાયા છે.
અન્ય સમાચારો પણ છે...