તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હીરાની મોટી કંપનીઓમાં 5 એપ્રિલ સુધી વેકેશન જાહેર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકા કમિશનરની સૂચના બાદ શનિવારે સુરત ડાયમંડ એસોસિએશને તા.31મી સુધી તમામ હીરાના એકમો બંધ રાખવા સૂચન કર્યુ છે. જેમાં મોટી કંપનીઓ દ્વારા તા.5મી એપ્રિલ સુધી બંધનો નિર્ણય કરાયો છે.

સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ કથિરીયા સાથે થયેલી વાતચીતમાં તેઓ જણાવે છે કે, અત્યાર સુધી અમે શનિ અને રવિ એમ બે દિવસ માટે જ રજા જાહેર કરી હતી પરંતુ કોરોનાની ગંભીરતા અને પાલિક કમિશનરના સૂચનને ધ્યાને લેતા તા.31મી માર્ચ એટલે કે કુલ 10 દિવસની રજાઓ રાખવાની જાહેરાત કરી છે.

કેટલાક એકમો સોમવારે સ્ટોક ક્લિયર કરવા કે બેંકના કામકાજને લઈને એકમો કાર્યરત રાખશે. જોકે, મંગળવારે તા.24 થી 31મી માર્ચ બંધનું પાલન કરશે. જેના કારણે શહેરની નાની-મોટી મળીને કુલ 6500 જેટલી ડાયમંડ કંપનીઓ સાથે સંકળાયેલા 6.50 લાખ રત્નકલાકારોને પણ વેકેશન પાળી ઘરમાં જ રહેવા સૂચન આપવામાં આવ્યું છે.

જોકે, કેટલાક રત્નકલાકારોએ પોતાના વતન જવાનું પણ શરૂ કર્યુ છે. પરંતુ રવિવારે જનતા કર્ફ્યુના એલાનના કારણે બસ અને ટ્રેન સેવા પણ મોકુફ હોવાથી શુક્રવારે રાત્રે તથા શનિવારે દિવસ ભર ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર તરફ જનારા રત્નકલાકારોનો ધસારો વધુ હતો.

રત્નકલાકારોને ઉપાડ સાથે વેકેશન આપવા માંગણી
રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર અને પંચમહાલ તરફ જનારા રત્નકલાકારોનો ઘસારો મોટો છે. બસની એક કેબિનમાં 6થી 7 જણા બેસીને વતન જઈ રહ્યા છે. અમે રત્નકલાકારોને પોતાના ઘરોમાં જ રહેવા માટે સમજાવટ કરી છે. સાથે ઉદ્યોગકારોને અપીલ કરાઇ છે કે રત્નકલાકારોને વેકેશન આપવા સાથે ઉપાડ પણ આપવામાં આવે

અન્ય સમાચારો પણ છે...