તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતરમાં રખેવાળી કરતા ખેડૂતને અજાણ્યાએ માર મારતા મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોનગઢના ચાંપલધારા ગામે સીમમાં પોતાને ખેતરે ખેતીપાક સાચવવા રોકાયેલા દંપતી પૈકીના ખેડૂત પતિ પર અજાણ્યા ઇસમે કોઈક સાધન વડે કરતા હુમલો કરતા એને થયેલ ગંભીર ઇજાને પગલે મોત નિપજ્યું હોવાનો બનાવ નોંધાયો છે.

ચાંપલધારા રહેતા ગિમ્બિયાભાઈ કીકાભાઈ ગામીત (51) અને પત્ની લલિતાબહેન ગામની સીમમાં ખેતરે ખેતીપાક સાચવવા રોકાયા હતા. મોડી રાત્રિના 1.45 સમયે ખેતરના એક ભાગમાં જ્યાં અડદનો પાક મુકવામાં આવ્યો હતો. ત્યાં કોઈક અજાણ્યા ઈસમની હિલચાલ દેખાતા ગિમ્બિયાભાઈ પથારીમાંથી ઉઠી એ તરફ ગયા હતા. આ સમયે અજાણ્યા ઇસમે ગિમ્બિયાભાઈ પર હુમલો કર્યો હતો, જેથી ગિમ્બિયાભાઈને ઇજા થઇ હતી અને એ જગ્યા પર જ ફસડાઈ પડ્યા હતા. બાદમાં મૃત્યું પામ્યા હતા. ગિમ્બિયાભાઈના પત્ની લલિતાબહેનપોલીસમાં જાણ કરતા પોલીસે હાલ અકસ્માત મોત બાબતે પોલીસ ચોપડે નોંધ કરી હતી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે.

હાલ અકસ્માત મોત અંગે નોંધ કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...