તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુજીસીએ વિદ્યાર્થી-શિક્ષક-કોલેજ માટે ઓનલાઇન શિક્ષણની લિંક જાહેર કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના કેસોની વધતી સંખ્યાને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશને 21 દિવસ માટે લોકડાઉન કરવાનો આદેશ કરાયો છે. જેને પગલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની તમામ કોલેજો અને ડિપાર્ટમેન્ટો 14 એપ્રિલ, 2020 સુધી બંધ રહેશે. જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો હતો.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે, યુજીસીએ વિદ્યાર્થીઓનો અભ્યાસ નહીં બગડે તે માટે ઘર બેઠાં અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરી છે. યુજીસીએ ઇર્ન્ફોરમેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીના માધ્યમથી ઓડિયો-વીડિયો અને ટેક્સ કન્ટેટ મળી શકે તેવી 10 લીંક જાહેર કરી છે. શિક્ષકો માટે પોર્ટલ રિસર્ચ જર્નલ ભણાવવાની સુવિધા ઊભી કરી છે. આમ, વિદ્યાર્થીઓ ઓનલાઇન જ નવા કોર્સોમાં એડમિશન મેળવી શકશે. યુજીસી સેક્રેટરી પ્રો. રજનીશ જૈને શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ મામલે પરિપત્ર જાહેર કર્યો છે.

વેબસાઇટથી મળશે આખુ કન્ટેન્ટ

{ સ્વયં ઓનલાઇન કોર્સઃ www.swayam.gov.in

{ યુજી-પીજી મૂક્સઃ http://ugcmoocs.inflibnet.ac.in/ugcmoocs/moocs_courses.php

{ ઇ પીજી પાઠશાલાઃ https://epgp.inflibnet.ac.in/

{ ઇ કન્ટેન્ટ કોર્સવેયર ફોર યૂજીઃ http://cec.nic.in/cec/

{ સ્વયંપ્રભાઃ https://swayamprabha.gov.in/

{ સીઇસી-યૂજીસી યૂ-ટ્યૂબ ચેનલઃ https://www.youtube.com/user/cecedusat

{ નેશનલ ડિજિટલ લાઇબ્રેરીઃ https://ndl.iitkgp.ac.in/

{ શોધ ગંગાઃ https://shodhganga.inflibnet.ac.in/

{ ઇ-શોધ સિંધુઃ https://ess.inflibnet.ac.in/

{ વિદ્વાનઃ https://vidwan.inflibnet.ac.in/

માધ્યમથી ઓડિયો-વીડિયો અને ટેક્સ કન્ટેટ મળી શકે તેવી 10 લીંક જાહેર કરી છે. શિક્ષકો માટે પોર્ટલ રિસર્ચ જર્નલ ભણાવવાની સુવિધા ઊભી કરી છે. આમ, વિદ્યાર્થીઓ ઓનલાઇન જ નવા કોર્સોમાં એડમિશન મેળવી શકશે. યુજીસી સેક્રેટરી પ્રો. રજનીશ જૈને શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ મામલે પરિપત્ર જાહેર કર્યો છે.


આધુનિક ટેકનોલોજીની મદદથી 10 જેટલી લિંક બનાવાઇ

કોરોના વાયરસના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ નહીં બગડે

અન્ય સમાચારો પણ છે...