તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશથી આવેલી બે મહિલાનેેે સુરત સ્ટેશને ટ્રેનમાંથી ઉતારી બાય કાર અમૃતસર મોકલાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાને કારણે સુરત રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે આઠ વાગ્યે મુંબઈથી આવતી અને દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી બે મહિલાઓને ઉતારી દેવામાં આવી હતી.

આ બંને મહિલાઓ ઓમાન થી દુબઈ થઈ મુંબઈ આવી હતી. બંને મહિલાઓ મુંબઈથી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં થડૅ એસીમાં બી-5 દિલ્હી જઈ રહી હતી. તેવામાં ટ્રેનમાં બંને મહિલાઓના હાથ પર લાગેલા સ્ટેમ્પ ટીસીને કારણે શંકા ગઈ હતી. જેથી તેઓએ તાત્કાલિક બંને મહિલાઓને સુરત સ્ટેશન આવતા ઉતારી દીધી હતી. બંને મહિલાઓ અમૃતસરની રહેવાસી છે. સુરત સ્ટેશને પાલિકાની અને રેલવેની મેડિકલ ટીમ બંને મહિલાઓનું મેડિકલ ચેકીંગ હાથ ધરી હતી. ત્યારબાદ બંને મહિલાઓ પ્રાઇવેટ ગાડીમાં અમૃતસર જવા રવાના થયા હતા.

અન્ય સમાચારો પણ છે...