તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

43 લાખના મોબાઇલ ચીટિંગ કેસમાં બે વેપારીની ધરપકડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાંચ વર્ષ પહેલા 41.83 લાખના એપલના મોબાઈલની ચીટીંગના ગુનામાં સુરત સીઆઈડી ક્રાઈમે બે મોબાઈલ સ્ટોરના માલિકની સામે કાર્યવાહી કરી છે. બારડોલીમાં રહેતા ઈલ્યાસ પાસેથી 2015માં પ્રદ્યુમન ગજેન્દ્ર સોલંકીને 41.83 લાખના એપલ કંપનીના 65 ફોન ક્રેડિટ પર લીધા હતા. 25 દિવસ પછી બાકી નીકળતી રકમની ઉઘરાણી કરતા પ્રદ્યુમન સોલંકીએ હાથ ઊંચા કર્યા હતા. આ અંગે અઠવાલાઇન્સ પોલીસમાં 2016માં પ્રદ્યુમન સોલંકી સામે ઠગાઈનો ગુનો નોંધ્યો હતો. સંતોષકારક તપાસ ન થતા કેસ સીઆઈડી ક્રાઈમને ટ્રાન્સફર કરાયો હતો. 65 ફોન આપવામાં આવ્યા તે ફોનના આઈ.એમ.ઈ.આઈ નંબરો મેળવી સાયબર સેલ સીઆઈડી ગાંધીનગર દ્વારા ફોન ધારકોના નંબરો મેળવી તપાસ શરૂ કરી હતી. આ ફોન ભટારના ઉમિયા મોબાઈલના માલિક નરેશ કાનજી પટેલ અને અમિત મહેન્દ્ર આહુજા દ્વારા વેચાણ કરવામાં આવ્યા હતા.

પ્રદ્યુમનના કહેવાથી નરેશ પટેલ અને અમિતને આપ્યા હતા. જેના આધારે બન્નેની સામે પણ ફરીયાદ દાખલ કરી હતી. નરેશ અને અમિતે કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી સુરત સીઆઈડી સમક્ષ હાજર થતાં ધરપકડ બાદ જામીન મુક્ત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...