ચોવીસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભાઓની તબીબી તપાસ કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી | નવસારી માનવરોગ નિવારણ મંડળ તથા નવસારી તાલુકા આરોગ્ય કચેરીના સંયુક્ત ઉપક્રમે સમસ્યાવાળી સગર્ભા બહેનોની તબીબી તપાસ અને માર્ગદર્શન અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. નવસારી તાલુકા આરોગ્ય કચેરીના સુપર વાઇઝર શીલાબેન પટેલ અને તેમની ટીમે ચોવીસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ઘેલખડી પ્રા. આય કેન્દ્રની સમસ્યાવાળી 22 બહેનોને તારવી તબીબી સેવા માટે લાવવવામાં આવી હતી. નવસારી રવિન હોસ્પિટલનાગાયનેકોલોજીસ્ટ ડો. અંજનાબેન દેસાઇ તથા નવસારી સિવિલના ગાયનેકોલોજીસ્ટ ડો. ચાર્મીબેન તથા ડો. જીનલ પટેલે સેવા આપી હતી. 22 સગર્ભા બહેનો પૈકી 6 બહેનોનું હિમોગ્લોબીન ઓછું જણાયું હતું. બે સગર્ભા બહેનોને નવસારી સિવિલ હોસ્પિટલમાં વધુ તપાસ માટે મોકલવામાં આવી હતી. ડો. અંજનાબેન દેસાઇએ સગર્ભાવસ્થા દરમિયાન રાખવાની કાળજી અંગે વિશિષ્ઠ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમના આયોજનમાં તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો. ધવલ મહેતા અને માનવરોગ નિવારણ મંડળના માનદ્ મંત્રી ઠાકોરભાઇ નાયકે અગત્યનો ભાગ ભજવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...