તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે નવપદની ઓળીના પ્રથમ દિવસે અરિહંતપદની આરાધના

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૈન શાસનની સમગ્ર આરાધનાનો સાર નવપદની આરાધના છે. નવપદની આરાધના-આત્માને પરમાત્માપદ આપે છે. જ્યાં સુધી પ્રભુપદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દુર્ગતિના દ્વાર સદા માટે બંધ કરી આપે છે અને સદગતિના દ્વાર ખોલી આપે છે. 31મી માર્ચથી ભારતભરમાં શાશ્વતી ઓળીનો પ્રથમ દિવસ અરિહંતપદની આરાધના થશે.

નવસારી શહેરના તપોવન સંસ્કાર ધામમાં ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી આદિ પાવન નિશ્રામાં પણ શાશ્વતી ઓળીની આરાધના થશે. આજે અરિહંતની આરાધના અરિહંત બનવા માટે છે. અરિહંત પરમાત્મામાં પાંચ વિશેષતા (પ્રકર્ષ) છે. પુણ્યનો પ્રકર્ષ-અષ્ટપ્રાતિહાર્ય અને 34 અતિશયોથી શોભતા હોયછે. પૂજા પ્રકર્ષ - ઓછામાં ઓછા એક કરોડ દેવતા તથા 64 ઈન્ટ્રો પ્રભુની સેવામાં હોય છે. પ્રકાશ પ્રકર્ષ - કેવળ જ્ઞાનના પ્રકાશમાં ચારગતિનું સ્વરૂપનું સુંદર વર્ણન કરતા હોય છે. પરમાર્થ પ્રકર્ષ - બીજાનું કલ્યાણ કરવાની સતત ભાવના સવિજીવકરૂં શાસન રસીની ઉત્કૃષ્ટ ભાવના, પ્રભાવક પ્રકર્ષ - ઘઉંના ડબ્બામાં પારો હોય તો જીવજંતુ આવી શકતા નથી. પ્રભુ મન મંદિરમાં આવે તો કામ-ક્રોધાદિ દોષો આવી શકતા નથી. નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ નિક્ષેપે રહેલા અરિહંતની ભક્તિ કર્મમલ દૂર કરીને આત્માને સિદ્ધ-બુદ્ધ અને મુક્ત કરે છે.

અન્ય સમાચારો પણ છે...