શહેરના લોકોને સુરક્ષિત રાખવા માટે આ હીરો કરી રહ્યાં છે દિવસ-રાત સાફ સફાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | કોરોના વાયરસ વધુ ન ફેલાય તે માટે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. શહેરના રિયલ હિરો જેવા કે પોલીસ, ટ્રાફિક બ્રિગેડના જવાનો, ડોક્ટરો, નર્સોની સાથે સફાઈ કર્મચારીઓ પણ પોતાની ફરજ બજાવી રહ્યાં છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓને અને શહેરીજનોને વાયરસનો ચેપ ન લાગે તે માટે આ સફાઈ કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. શહેરના આવા જ હીરો એટલે કે સફાઈ કર્મચારીઓની કહાની જાણો સિટી ભાસ્કરના આ સ્પેશિયલ રિપોર્ટમાં..


_photocaption_હંસા વાટવેસા*photocaption*

લોકડાઉનને કારણે અમારી સફાઇ કામદારોની જવાબદારી વધી ગઇ છે. લોકડાઉનને કારણે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા ન હોવાને કારણે દરરોજ મારા પતિ મને ગાડી પર મુકવા આવે છે. જ્યાં સુધી મારી નોકરી પુરી થાય ત્યાં સુધી તેઓ પણ મારી સાથે રહે છે. શહેર ચોખ્ખું રહશે તો લોકોનું સ્વાસ્થ પણ સારું રહશે જેથી જીવ જોખમમાં નાંખીને પણ શહેરને ચોખ્ખું રાખીએ છીએ.


કામ પૂર્ણ થાય ત્યાં સુધી પતિ સાથે રહે છે

_photocaption_રાહુલ જાડેજા*photocaption*

હું સિવિલ હોસ્પિટલમાં કોરેન્ટાઈન વોર્ડમાં સાફ-સફાઈ કરૂ છું એટલે અન્ય વોર્ડમાં કામ કરતા સાથી કર્મચારીઓે દુર રહીને વાત કરે છે. તેવા સમયે મને મારા પરિવારના લોકો જે કામ કોઇ ન કરી શકે એ તંુ કરે છે તેમ કહીને આત્મવિશ્વાસ વધારેે છે. મને પણ ડર લાગે છે કે મને પણ આ વાયરસ ન લાગ તે માટે સેફ્ટી લઇને વોર્ડમાં પ્રવેશ કરૂં છું.

પરિવાર મારામાં આત્મવિશ્વાસ ભરે છે

_photocaption_હરિશ રેલા*photocaption*

શહેરમાં કોઇ પણ જગ્યાએ ગંદકી હોય તો અમને છ જણાની ટીમને મોકલે છે. ત્યાં સાફ-સફાઇ કરી દવાનો છંટકાવ કરીએ છીએ. જેથી એ જગ્યા સ્વચ્છ થઇ શકે એના કારણે રોગચાળો ન ફેલાય. આવા પરિસ્થિતિમાં કામ કરવાનો કોને ડર ન લાગે? પરંતુ વિચારું છું કે મારા કામથી બીજા દશ લોકોનું સ્વાસ્થ્ય સારું રહી શકે છે. મને શું થશે તેની મને ચિંતા નથી પણ મારા આ કામથી લોકોને તો કાર્યથી રક્ષણ મળી શકશે.

મને શું થશે તેની મને ચિંતા નથી, મારા કામથી શહેરના લોકોને લાભ થશે

Heroes Of City
અન્ય સમાચારો પણ છે...