તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફળિયામાં ટોળું થતું હતું એટલે સર્કલ બનાવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા સમગ્ર દેશ લોકડાઉન થયો છે. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ શોસીયલ ડીસ્ટન પણ એટલુજ જરૂરી હોવાથી બારડોલીના કોળીવાડના યુવાનોએ ફળિયામાં પણ અંતર રાખવા રસ્તા પર એક મીટરના અંતરે સર્કલ બનાવી નવો પ્રયોગ કર્યો છે. ફળિયાના રહીશો ભેગા ન થાય અને અંતરે ઊભા રહીને વાતચીત કરી શકે તે માટે એક સારી પહેલ શરૂ કરી છે.

બારડોલી નગરમાં વહીવટી તંત્ર સાથે સોસાયટીના રહીશોએ પણ કોરોના જેવા મહામારી વાયરસના સંક્રમણને અટકાવવા સોસાયટીઓ લોકડાઉન કરી છે. બહારના લોકોનો પ્રવેશ નિષેધ કર્યા છે. આ જાગૃતતા ખુબજ સારી છે. વહીવટી તંત્ર પણ બિરદાવે છે. ત્યારે નગરના કોળીવાડના યુવાનોએ ફળિયામાં પણ શોસીયલ ડીસ્ટન માટે નવી પહેલ કરી છે. નગર લોકડાઉન પરંતુ સોસાયટી કે ફળિયાના રહીશો ટોળું થતું હોય છે. જે પણ યોગ્ય નથી. કોળીવાડના યુવાનોએ રહીશોને ટોળું થતાં અટકાવવા ફળિયાનાં આખા રસ્તા પર એક મીટરના અંતરે ગોળ કુંડાળાં બનાવ્યા છે. ફળિયાના રહીશોને કોઈ પણ કામ હોય, રસ્તા પર બનાવેલ કુંડાળામાં ઊભા રહી સામાજિક અંતર રાખવાની ફરજ પાડવામાં આવે છે. રહીશો પણ રાત્રિ દિવસે વાતચીત કે કોઈ કામ હોય તો કુંડાળામાં ઊભા રહી એકબીજા સાથે અંતર રાખી રહ્યા છે.

હવે બારડોલીમાં કોળીવાડના રહીશો સર્કલમાં ઊભા રહીને જ વાતો કરે છે

હવે ફળિયામાં ટોળું ભેગું નહી થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાશે

ભલે નગર લોકડાઉન થયું હતું .પરંતુ ફળિયામાં ટોળું વળી જતાં હતા. જેથી ઉપાય જરૂરી હતો. શોસીયલ ડીસ્ટન માટે યુવાનોએ નક્કી કર્યું. કે ફળિયામાં સર્કલ બનાવી દેવામાં આવે, જેથી દરેક સર્કલમાં રહીને એક બીજાથી અંતર બનાવી શકે. આખર પ્રયોગ કરતાં સફળ રહ્યો છે. જાગૃતતા ખૂબ જરૂરી છે. > મિહિર પટેલ, યુવાન કોળીવાડ બારડોલી

_photocaption_ફળિયામાં અેકબીજાથી અંતર રાખવા રસ્તા પર રાઉન્ડ કરાયા, રહીશોને અંદર ઊભા રહી વાતચીત કરવાની સુચના*photocaption*
અન્ય સમાચારો પણ છે...