તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાનને હનીટ્રેપમાં ફસાવી પાંચ લાખની ખંડણી માગી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના ગલીયાવાડના યુવાનને હનીટ્રેપમાં ફસાવી નકલી પોલીસની મદદથી 5 લાખની ખંડણી માંગવાના ગુન્હામાં પોલીસે 2 મહિલા સહિત 5 શખ્સોને ઝડપી લીધા છે.

ગલીયાવાડના વિશાલ મોણપરાને અારતીબેને મિસ કોલ કરી મિત્રતા કેળવી હતી. બાદમાં વિશાલના જન્મ દિવસે ભવનાથ ફરવા જવાનું કહી છગનમામાની સોસાયટીના એક મકાનમાં લઇ ગયા હતા. ત્યાં બીજી યુવતિ અને અન્ય 2 શખ્સોએ પોતાની ઓળખાણ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ તરીકે આપી યુવકનું અપહરણ કર્યું હતું. બાદમાં યુવકના પિતા અને પિતરાઇ ભાઇને બોલાવી પતાવટ કરવા 5 લાખની ખંડણી માંગી હતી. આ મામલે ભવનાથ પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપીઓ સમાધાન માટે ફોન કરતા હોવાની બાતમી મળતા કાઉન્ટર ટ્રેપ કરી હિના ઉમેશભાઇ વેજાભાઇ નંદાણીયા (જૂનાગઢ), ઉમેશભાઇ નંદાણીયા(જૂનાગઢ), ફિરોજ દાઉદભાઇ ઠેબા(મેંદપરા), રિંકલબેન ઉર્ફે આરતીબેન મુકેશ જગદિશ ગેડીયા(સુરત) અને આશીયાના ઇસ્માઇલભાઇ આમદભાઇ કાળવાતર (અમરેલી) વાળાને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...