તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારીગરોને આજથી વીવીંગ સોસાયટી ફૂડ પેકેટ પહોંચાડશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે સામાન્ય સભા પણ વીડિયો કોન્ફરન્સિંગથી થશે

સુરત : સ્થાયી સમિતિની મીટીંગ બાદ તહવે સામાન્ય સભા પણ મોબાઇલ એપની મદદથી વીડીયો કોન્ફરન્સ કરીને આયોજન કરાયું છે. આ પ્રકારે ટેકનોલોજીના માધ્યમથી સામાન્ય સભા યોજનાર મનપા તરીકે સુરત મનપા રાજયમાં પ્રથમ મનપા બનશે તેમજ સુરત મનપાના ઇતિહાસમાં પણ આ પ્રથમ ઘટના બની રહેશે. આ સામાન્ય સભામાં 116 નગર સેવકો પોતાના ઘરેથી હાજરી આપશે.

વાંચો
પાના નં. 7


શહેરના લોકોને ચેપ ના લાગે તે માટે જીવના જોખમે કામ કરી રહ્યા છે આ ફાયર ફાઇટર્સ

સુરત: હવે કારખાનેદારોએ સ્વયંસેવી સંસ્થાઓ, દાતાઓ અને તંત્રની મદદથી એકલવાયું જીવન જીવતા કારીગરોને અનાજની કીટ અને રાંધેલું ધાન પહોંચાડવાનો સેવારથ આરંભ્યો છે. રવિવારે વેડરોડ પર 100 કારીગરોને રાંધેલું ભોજન પહોંચાડાયું હતું જ્યારે સોમવારથી હોજીવાલા, લક્ષ્મીવિલા, પાંડેસરા, ઉધના સહિતના વિસ્તારોમાં કારખાનામાં તથા આસપાસની રૂમોમાં રહેતા કારીગરોને અઠવાડિયાની અનાજની કીટ પહોંચાડવાનું કાર્ય વીવર્સ દ્વારા શરૂ કરવામાં આવનાર છે. વેડરોડ વીવર્સ સોસાયટીના પ્રમુખ દેવેશ પટેલ જણાવે છે કે, હજુ પણ કેટલાક કારીગરોને પગાર થયો નથી. સોમવારથી તેમની યાદી બનાવીને પગાર ચૂકવણાં શરૂ કરાશે. આ સાથે ફૂડ પેકેટની જગ્યાએ 100 કારીગરોને જમાવનું પહોંચાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે સચિન નોટીફાઈડના ચેરમેન મહેન્દ્ર રામોલિયા જણાવે છે કે, રોજ બે ટાઈમ સચીન જીઆઈડીસીમાં 3000 ગરીબ કારીગરોને બે ટાઈમનંુ ભોજન જમાડવાનો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. સેવાયજ્ઞ નિરંતર ચાલે તે માટે રામોલિયાએ દાતાઓની મદદથી રૂપિયા 40 લાખનું ભંડ ભેગું કર્યું છે.
અન્ય સમાચારો પણ છે...