તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કબરમાં ધર્મગ્રંથોના લખાણની કોતરણી કરવામાં આવી હતી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુરાતત્વ વિભાગે ડચ કબ્રસ્તાનને રક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું છે

ડ ચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ડિરેક્ટર ‘બેરન હેન્રી એડ઼ીઅન વૉન રીડ’ડ્રેગર લેન્ટ નામના વહાણમાં કોચીનથી સુરત સફર કરતા હતા ત્યારે મુંબઈનાં કિલ્લા પાસે 1691 ની 15મી ડિસેમ્બરે 58 વર્ષની ઊંમરે તેમનું અવસાન થયું અને તેમને સુરતમાં તારગામ દરવાજા બહાર ગુલામ ફળિયા વિસ્તારમાં આવેલા ડચ કબ્રસ્તાનમાં દફન કરાયા હતાં. સમગ્ર કબ્રસ્તાનમાં બેરન એડ઼ીઅન વૉના રીડની કબર સૌથી મોટી અને સૌનું ધ્યાન ખેંચે તેવી છે. અષ્ટકોણ આકારવાળો અને ૨૪ થાંભલાઓવાળો ભવ્ય મકબરો કબ્રસ્તાનમાં પ્રવેશ કરતાં જ ડાબી તરફ જોવા મળે છે. આ ભવ્ય મકબરાની ઉપર તથા નીચેના ભાગમાં ઝરૂખા સાથે બેવડા ગુંબજને એટલા જ વિશાળ પાયાઓ સાથે જોડવામાં આવ્યા છે. આ ડચ કબરને વિધિવત રીતે ભીંતચિત્રો, કૂળચિન્હોવાળી ઢાલના આકાર તથા ધર્મગ્રંથોમાંથી લીધેલા લખાણોથી સુશોભિત કરવામાં આવી હતી. આ લખાણો સમય જતા નષ્ટ થયા છે. કબરની બારીઓ પણ અત્યંત સુંદર કોતરણીથી સુશોભિત કરી છે. મકબરો બન્યા બાદ થોડા જ સમય પછી બેરન એડ઼ીઅન વૉન રીડની કબરને માત્ર રીપેર કરવા માટે ડચ કંપનીએ છ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો.


24 થાંભલાવાળો મકબરો

મકબરામાં પ્રવેશ કરતાં જ સોમેની દિવાલ પર બેરન એડ઼ીઅન વૉન રીડનો કબરલેખ છે, જેમાં તેમના હોદાઓ તેમજ મૃત્યુની તારીખનો ઉલ્લેખ છે. યુનાઈટેડ નેધરલેન્ડઝની ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ઉમદા અને શક્તિશાળી ઉમરાવોના પ્રતિનિધિ બેરન એડ઼ીઅન વૉન રીડનું પાર્થિવ શરીર અહીં રહેલું છે. તેમજ બેરન રીડના કબરલેખની બન્ને તરફ વિશાળ કાળા પાટિયા ઉપર હસ્તલિખિત શૈલીમાં સફેદ કોતરણીવાળા લખાણો છે. બેરના એડ઼ીઅન વૉન રીડના મકબરામાં તેના ઉપરાંત અન્ય ત્રણ વ્યકિતઓ વિશેની મૃત્યુનોંધ લખવામાં આવી છે. આ નોંધો સમય જતાં ખૂબ ઝાંખી થઈ ગઈ છે, છતાં પણ સ્પષ્ટપણે તેને અવશ્ય જોઈ શકાય છે. ભારત સરકારનાં પુરાતત્વખાતા દ્વારા આ ડચ કબ્રસ્તાનને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...