તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાપી જિલ્લા પંચાયતનું 798 કરોડના બજેટને સર્વાનુમતે 1 કલાકમાં મંજુરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બહુતુલ આદિવાસી વિસ્તાર ધરાવતા સાત તાલુકાના તાપી જિલ્લા આવેલો છે. તાપી જિલ્લા પંચાયતના આવનાર વર્ષના વિવિધ કામો અને બજેટ બનવવા માટેની સામાન્ય સભા તાપી જિલ્લા પંચાયત પ્રમુખ ગજરાબહેન ચૌધરીના આગેવાની વ્યારા ખાતેમાં મળી હતી જેમાં આવનાર વર્ષ માટે તાપી જિલ્લા પંચાયત નું 798 કરોડ નું બજેટ સર્વાનુમતે મંજુર કરાયું હતું. જેમાં અંદાજિત એક કલાકમાં કોઈ પણ જાતના વિરોધ વગર મંજુર થયું હતું.

તાપી જિલ્લા ખાતે કોંગ્રેસ પેરિત જિલ્લા પંચાયતનું 13 અંદાજ પત્ર તાપી જિલ્લા પંચાયત પ્રમુખ ગજરાબન ચૌધરી ના અધ્યક્ષતામાં વ્યારા ખાતે યોજાયું હતું. જેમ ડીડીઓ નેહાસીંહ તેમજ તાપી જિલ્લા કારોબારી અધ્યક્ષ મુકેશભાઈ ચૌધરી સહીત વિવિધ સરકારી અને જિલ્લા પંચાયત ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભામાં બજેટ ની ચર્ચા કરી હતી. તેમજ જેમાં આવક તરફે સ્વભંડોળ તેમજ સરકારી ગ્રાન્ટ આવક સહીત અન્ય આવક મળીને કુલ્લે 7,98,08,15,284 કરોડ આવક આવશે. તેની સામે 6,31,18,64,900 ખર્ચનું અનુમાન સાથે 1,66,89,50,384 કરોડની આવક પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરાયું હતું. સ્વભંડોળની કુલ આવક 7,89,39,746 તેમજ 6,79,80,900 ની કુલ જાવક થવા ના પગલે 1,09,58,846 ની સ્વભંડોળ પુરાંત વાળુ બજેટ બન્યું હતું. સાથે સામાન્યસભામાં બિનહરીફ તરીકે આવતી ગ્રામ પંચાયતને ઇનામ આપવા, ઉકાઈ અસરગ્રસ્ત વિસ્તારમાં ડેવલોપીંગ, જિલ્લા પંચાયતના છાત્રાલયમાં નિભાવ ખર્ચમાં વધારો, પાણીની તંગીને પહોંચી વાળવા ગ્રાન્ટની જોગવાઈ, જિલ્લા પંચાયત સંચાલિત સીડ ફાર્મની ડેવલોપીંગ અંગેના કામો અંગે ચર્ચા કરાઈ હતી. એક કલાકમાં સર્વાનુમતે બજેટ મજુર કરાયું હતું.

બજેટમાં આ અંગે પણ જોગવાઇ કરાઇ

ઉનાળામાં પાણીની તંગીને પહોંચી વળવા માટે 05 લાખની જોગવાઈ કરેલ છે. ગ્રામ પંચાયતોને મૃત્યુ પ્રસંગે સ્ટીલ ની ઠાઠડી નનામી આપવાની યોજના, મહિલા સંમેલન તથા બાળમેળા આયોજન વૈદકીય ક્ષેત્ર અસાધ્ય રોગ સહાય માટે 03 લાખની જોગવાઈ, સિંચાઈ ક્ષેત્ર 15 લાખ નીજોગવાઈ, ખેતીવાડી ક્ષેત્રે જિલ્લા પંચાયત સંચાલિત સીડ ફાર્મ ના સાધન ખરીદી તથા અન્ય સુવિધાનો ખર્ચે આધુનિક ખેતી ની સુવિધા માટે કુલ 58 લાખ જેટલા ખર્ચની જોગવાઇ તથા ઉચ્છલ-નિઝર કુકરમુંડા તથા સુંદર વિસ્તારમાં સીડ ફાર્મ માટે જમીન સંપાદન જિલ્લા પંચાયત દ્વારા સૂચિત વિકાસના કામો માટે આવતા વર્ષે 26 લાખની અલાયદી સદસ્ય ગ્રાન્ટની જોગવાઇ કરવામાં આવી છે તેમજ પંચાયત ની જમીન પર કમાલછોડ મુકામે કોમશિયલ બાંધકામ માટે 25 લાખ ની જોગવાઈ આગામી વર્ષ માટે કરાઈ હતી.

બજેટ સર્વાનુમતે મંજુર કરાયું હતું. સ્વભંડોળની કુલ આવક 7,89,39,746 તેમજ 6,79,80,900 ની કુલ જાવક થવા ના પગલે 1,09,58,846 ની સ્વભંડોળ પુરાંત વાળુ બજેટ બન્યું હતું. સાથે સામાન્યસભામાં બિનહરીફ તરીકે આવતી ગ્રામ પંચાયતને ઇનામ આપવા, ઉકાઈ અસરગ્રસ્ત વિસ્તારમાં ડેવલોપીંગ, જિલ્લા પંચાયતના છાત્રાલયમાં નિભાવ ખર્ચમાં વધારો, પાણીની તંગીને પહોંચી વાળવા ગ્રાન્ટની જોગવાઈ, જિલ્લા પંચાયત સંચાલિત સીડ ફાર્મની ડેવલોપીંગ અંગેના કામો અંગે ચર્ચા કરાઈ હતી. એક કલાકમાં સર્વાનુમતે બજેટ મજુર કરાયું હતું.

બજેટમાં આ મહત્વના કામોનું આયોજન

તાપી જિલ્લા ખાતે બજેટમાં વિવિધ મહત્વની યોજનાઓ જેવી કે આદિજાતિ સંસ્કૃતિક હરીફાઈ, કુદરતી આકસ્મિક, ઘર અને ઘરવખરી અને થતાં નુકસાનની અંગે સહાયમાં વધુમાં વધુ રૂપિયા 50,000 ,(ખરેખર ઘર સંપૂર્ણ નાશ પામ્યો હોય. જે તલાટી તથા ટીડીઓ ના રિપોર્ટને રોજકામ ના આધારે), બિનહરીફ આવતી ગ્રામ પંચાયતોને ઇનામ, ઉકાઇ અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે ડેવલોપમેન્ટ પ્રોફાઈલ સર્વે, જંગલ વિસ્તારના બોર્ડર લગતા ગામોના ઘાટ વિકાસ યોજના માટે પ્રોફાઈલ સર્વે, જિલ્લા પંચાયત છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે નિભાવ ગ્રાન્ટમાં વિદ્યાર્થી દીઠ રૂપિયા 1000 રૂ।નો વધારો કરી સવલત વધારવા માટે વર્ષ 2020-21માં અંદાજિત 36 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.

ક્યાંથી નાણા આવશે અને ક્યાં વપરાશે ?

સ્વભંડોળની કુલ આવક 7,89,39,746 તેમજ 6,79,80,900 ની કુલ જાવક થવાના પગલે 1,09,58,846 ની સ્વભંડોળ પુરાંતવાળુ બજેટ બન્યું હતું. તેમજ તાપી જિલ્લા ખાતે જિલ્લા પંચાયતમાં આવકમાં સ્થાનિક કર, વૈધાનિક અનુદાન, વ્યાજ, શિક્ષણ, ખેતીવાડી, સ્વભંડોળની વિવિધ આવક, પરચુરણ આવક અને સરકારી ગ્રાન્ટની આવક કુલ્લે રૂ 7,98,08,15,284 કરોડ આવશે. જયારે આ નાણાં બાંધકામ, શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, વિકાશ શાખા, પશુપાલન શાખા સહીત વિવિધ કામો તરફ ખર્ચ 6,31,18,64,900 જાવક કરશે. 1,66,89,50,384 સિલક બચશે. તેમજ તાપી જિલ્લા પંચાયત દ્વારા તમામ વિકાશના પાસા આવરી લઇ આવશ્યક જરૂરિયાતને કેન્દ્રમાં રાખી આવકની મર્યાદાને લક્ષમાં લઇ તાપી જિલ્લાના વિકાસ બાબતે આયોજન કરી કુલ્લે 7,98,08,15,284 આવક અને 6,31,18,64,900 રૂપિયા જાવક ના અંદાજે 1,66,89,50,384ની પુરાંતવાળું બજેટ મંજુર કરાયું છે.

જિલ્લામાં પાણીની તંગીને પહોંચી વળવા માટે વિશેષ જોગવાઇ કરાઇ

અન્ય સમાચારો પણ છે...