તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંકાસ્પદના સેમ્પલની તપાસ સિવિલમાં થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના શંકાસ્પદ કોરોનાના દર્દીના સેમ્પલ તપાસ માટે અમદાવાદ અથવા પુણે ખાતે મોકલવામાં આવી રહ્યા છે. જોકે હવે સેમ્પલની તપાસ સુરત સિવિલમાં જ થઈ શકશે. આ માટે સિવિલ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગને અદ્યતન કરવામાં આવ્યો છે, જે શનિવારથી જ કાર્યરત થઈ જશે. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે જ લેબોરેટરીમાં શંકાસ્પદ દર્દીઓના સેમ્પલની તપાસ થઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જે શનિવારથી કાર્યરત થઈ જશે અને સિવિલમાં જ એક જ દિવસમાં દર્દીના સેમ્પલ લઈ રિપોર્ટ જાણી શકાશે. સિવિલ હોસ્પિટલના ઈનચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. પ્રીતિ કાપડિયાએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરી શરૂ થઈ ગઈ છે અને આવતી કાલથી સેમ્પલની તપાસ શરૂ થઈ જશે.

લેબની સુવિધા શરૂ થતા હવે રિપોર્ટ માટે વધુ દિવસ રાહ જોવી નહી પડે

અન્ય સમાચારો પણ છે...