તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લુન્સીકુઈની મિશ્ર શાળાના સ્લેબના ગાબડાં ખરી પડ્યાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીના સરબતીયા તળાવ પાસે મિશ્રશાળા નબર-2 આવેલી છે.જેમાં ધોરણ 1 થી 8 ના વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાના ગેલેરીનો સ્લેબ તા.28 માર્ચનાં રોજ ધડાકાભેર નીચે પડ્યો હતો.જેને લઈ ને સ્થાનિકો ગભરાઈ ગયા હતા.અને આ વિસ્તારમાં રહેતા અને શિક્ષણ સમિતિના સભ્ય શશીભાઈ પટેલને જાણ કરી હતી તેમણે શાળાનાં આચાર્યને આ ઘટના વિશે જણાવ્યું હતું.જો કે આ ઘટના બની ત્યારે શાળા બંધ હોય મોટી દુર્ઘટના ટળી હતી.જો કે મિશ્રશાળા નબર-2 શહેરમાં આધુનિક સગવડવાળી શાળા હતી અને એકાદ વર્ષ પહેલા જ શાળાનાં નાવીન્યકરણ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો.જેને લઈને નવસારી નગરપાલિકાની બેદરકારી બહાર આવી હતી.

અન્ય સમાચારો પણ છે...