વિદેશથી વરાછા આવેલાં 240 લોકોનું ક્વોરોન્ટાઇન પૂર્ણ થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વરાછા અને પાલિકા માટે રાહતના સમાચાર

વરાછા: મહાનગરપાલિકાએ વિદેશથી પરત ફરેલી 240 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ મુક્યા હતાં. જેઓનું 15 દિવસનું સફળતા પૂર્વક ક્વોરોન્ટાઇન પૂર્ણ થયું છે. એટલે માત્ર વરાછાના જ 240 લોકોનું હોમ ક્વોરોન્ટાઇન પૂર્ણ થયું છે ત્યારે વિદેશથી પરત ફરેલા 210 લોકો હજુ પણ પાલિકાની નજર હેઠળ ક્વોરોન્ટાઇન પાળી રહ્યાં છે. સુરત મહાનગરપાલિકાએ પણ વિવિધ સ્તરે વિદેશથી પરત આવેલા નાગરિકોને શોધી-શોધીને તેમને કમ્પલસરી હોમ ક્વોરોન્ટાઇન હેઠળ મુક્યા હતાં. એટલું જ નહીં પણ આ તમામને પાલિકાની એપથી કનેક્ટ કરીને રોજે રોજનું લોકેશન ચેક કરવાની સાથે ટ્રિપલ ટી ઉપર કામ કરાયું હતું. ગઇ તા. 13મી માર્ચના રોજ પાલિકાના વરાછા ઝોને પહેલાં તબક્કાનું સરવે પૂર્ણ કર્યું હતું. જેમાં વરાછા ઝોન એ- અને બીમાં 240 લોકો વિદેશથી આવ્યાંનું ધ્યાને આવ્યું હતું. બાદમાં વરાછા ઝોન-એ ખાતે વધુ 124 અને વરાછા ઝોન-બી ખાતે 86 લોકો વિદેશથી પરત આવ્યાં હોવાની નોંધ થઇ હતી. એટલે હાલ સુધી વરાછા ઝોન-એમાં કુલ 300 જ્યારે બીમાં 150 લોકો મળી 450 લોકો વિદેશથી વરાછા આવ્યાં હોવાનું નોંધાયું હતું. સારા સમાચાર એ છે કે પહેલાં તબક્કામાં એટલે 13મી માર્ચથી 28 માર્ચ સુધીના 15 દિવસનો ગાળો પૂર્ણ થયો છે.
અન્ય સમાચારો પણ છે...