તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉધારમાં 72 લાખના હીરા ખરીદી રૂ. 40 લાખ નહીં ચૂકવતાં ફરિયાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વરાછાના માતાવાડીમાં હીરાનો વેપાર કરતા વેપારી પાસેથી ચાર જણાએ 72 લાખના હીરા ઉધારમાં ખરીદ્યા હતા. તેની સામે હીરા ખરીદનારાઓએ 32 લાખના ફ્લેટ લખી આપ્યા હતા અને બાકીના 40 લાખ ચૂકવ્યા ન હતા.

ગોડાદરાની ખોડિયાર રેસીડેન્સીમાં રહેતા ભરત ઘુઘાભાઈ કલસરિયા વરાછામાં માતાવાડી ખાતે હીરાનો વેપાર કરે છે. 2016માં આરોપી મહેશ બચુભાઈ કાકડિયા (રહે. પનવેલ પેલેસ, સુદામા ચોક, મોટા વરાછા) સાથે હીરાના વેપાર માટે બેંગકોક ગયા હતા. ત્યાં નરેશ લાલજી પટેલ સાથે મહેશે મુલાકાત કરાવી હતી. નરેશે હીરા ખરીદવાની ઇચ્છા દર્શાવતા ભરતે સુરતથી બેંગકોક હીરા મંગાવ્યા હતા. કુલ 72 લાખ રૂપિયાના હીરા બેંગકોક મંગાવ્યા હતા. તે હીરા લઈને નરેશની પત્ની વર્ષાબેન સુરતથી બેંગકોક જતી હતી. જોકે નરેશ કે મહેશે ભરતને પેમેન્ટ આપ્યું ન હતું. ભરતે તમામ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી કરતા સામાવાળાઓએ 32 લાખના ફ્લેટ આપ્યા હતા. બાકીના 40 લાખ રૂપિયા આરોપીઓએ ચૂકવ્યા ન હતા. ત્યાર બાદ ભરતે ફરી અરજી કરી હતી. તે અરજીના આધારે કાપોદ્રા પોલીસે ભરતની ફરિયાદ લઈને આરોપી નરેશ, વર્ષા, મહેશ અને મહેશની પત્ની આશાબેન વિરુદ્ધ છેતરપિંડી અને મદદગારીને લગતો ગુનો દાખલ કર્યો છે.

કાપોદ્રા પોલીસે ચાર વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો

અન્ય સમાચારો પણ છે...