તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેર બહારના પાલિકા કર્મીઓને શહેર આવવામાં ભારે પરેશાની

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત મહાપાલિકામાં શહેર બહારથી પણ ઘણાં અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવવા માટે આવતાં હોય છે. હાલ કોરોનાને પગલે શનિ-રવિ રજાના દિવસે રજા કેન્સલ કરાઈ છે, આવશ્યક અને ઈમરજન્સી સેવાઓને પગલે પાલિકાના અધિકારી-કર્મીઓની ડ્યૂટી ચાલુ જ છે. જોકે, ખાસ કરીને ભરૂચ, તાપી, બરોડા ગામ્ય, સુરત ગ્રામ્ય તથા જિલ્લામાંથી આવતાં તેમજ નવસારી જિલ્લાના વાંસદા, ચીખલી, ખેરગામથી પોતાનું ખાનગી વાહન લઈને ફરજ માટે આવતાં અધિકારી-કર્મીઓને પોલીસ દ્વારા અટકાવવામાં આવે છે. એટલું જ નહી પાલિકાના આઈડેન્ટિટી કાર્ડ બતાવવામાં આવવા છતાં જવા નહીં દેવાતાં હોય આ અંગે પાલિકા કમિશનર બંછાનિધિ પાની અને ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાયે જિલ્લા પોલીસ અધીક્ષક ભરૂચ, તાપી, બરોડા, સુરત ગ્રામ્ય તથા નવસારી જિલ્લા અધીક્ષક ડો.ગીરીશ પંડ્યાને એક પત્ર પાઠવ્યો છે અને નવસારી જિલ્લના મરોલી ચાર રસ્તા ખાતે અને નેશનલ હાઈવે ઉપર પોલીસ કર્મીઓ અટકાવી રહ્યાં હોય કોઈ પણ જગ્યાએ પોલીસ દ્વારા અટકાવવામાં નહી આવે તે અંગે સૂચના આપવા જણાવાયું છે.

સમસ્યાનો હલ કરવા પાલિકા કમિશનરનનો જિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર

અન્ય સમાચારો પણ છે...