તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે વિષયમાં નાપાસ વિદ્યાર્થી કંપાર્ટમેન્ટલ પરીક્ષામાં બેસી શકશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત : આઇસીએસઇએ કંપાર્ટમેન્ટલ પરીક્ષામાં ફેરફાર કર્યો છે. ધો. 10 અને 12ની વર્ષ-2020ની બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી 2 વિષયમાં નાપાસ થયો હશે તો તે કંપાર્ટમેન્ટલ પરીક્ષામાં બેસી શકશે. કોરોનાને પ્રસરતો અટકાવવા માટે બોર્ડે પરીક્ષા મોકૂફ રાખી છે. તેવામાં વિદ્યાર્થીઓ તણાવમાં નહીં રહેે તે માટે બોર્ડે આ નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે. અહીં વાત એવી છે કે ધો. 10 અને 12ની વર્ષ-2019ની બોર્ડની પરીક્ષામાં એક વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થી માટે કંપાર્ટમેન્ટલ પરીક્ષા શરૂ કરાય હતી. તેવામાં આ વખતે એટલે કે વર્ષ-2020ની બોર્ડની પરીક્ષામાં વધું એક વિષયનો સમાવેશ કરાયો છે. કંપાર્ટમેન્ટલ પરીક્ષામાં બેસવા માટે ધો.10-12ની પરીક્ષામાં અંગ્રેજીમાં પાસ થવું ફરજિયાત છે. અંગ્રેજીમાં નાપાસ હશે તો વિદ્યાર્થી પરીક્ષામાં બેસી શકશે નહીં. પરિણામ આવ્યા પછી વિદ્યાર્થી કંપાર્ટમેન્ટલ પરીક્ષા માટે ઓનલાઇન એપ્લાય કરી શકશે.
અન્ય સમાચારો પણ છે...