તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિંડોલીથી શંકાસ્પદ દર્દીને લાવતા તબીબ- સ્ટાફ નજીક પણ ન ફરક્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડિંડોલી ગામ પાસે અજાણ્યો યુવક શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. ત્યાં ફરજ બજાવી રહેલા પોલીસ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ તેને પ્રાઈવેટ એમ્બ્યુલન્સમાં સિવિલ મોકલ્યો હતો. જોકે સિવિલમાં શરદી, ખાસી, તાવની ઓપીડીની બહાર એમ્બ્યુલન્સ ઉભી રહેતા જ હડકંપ મચી ગયો હતો. જ્યારે દર્દીને એમ્બ્યુલન્સમાંથી લઈ જવા ઓપીડીમાં હાજર ડોક્ટર, નર્સ કે સર્વન્ટ કોઈ આગળ આવ્યા ન હતા. એમ્બ્યુલન્સનો ડ્રાઈવર દર્દીને એકલો ત્યાં મુકીને ટ્રોમા સેન્ટરમાં સ્ટ્રેચર લેવા ગયો હતો. તે દરમિયાન દર્દીએ માસ્ક આપવાનું કહેતા એક નર્સે તેના તરફ માસ્ક ફેંક્યું હતું. જે દર્દીએ એમ્બ્યુલન્સમાંથી ઉતરી જાતે લીધું હતું. એમ્બ્યુલન્સનો ડ્રાઈવર સ્ટ્રેચર લઈ આવતા દર્દી એમ્બ્યુલન્સમાંથી ઉતરી સ્ટ્રેચર પર બેસી ગયો હતો. ત્યાર બાદ ડ્રાઇવર તેને બીજા માળે આઇસોલેશન વૉર્ડ સુધી લઈ ગયો હતો. સમગ્ર ઘટના ક્રમ દરમિયાન હોસ્પિટલનો એક પણ કર્મચારી આગળ ન આવતા લોકોમાં ચર્ચા શરૂ થઇ હતી. આવી રીતે સિવિલનો સ્ટાફ કોરોના સામે કેવી રીતે જંગ લડશે તેવી પણ લોકો ટીપ્પણી કરતા નજરે પડ્યા હતા.

શું સિવિલનો સ્ટાફ આવી રીતે લડશે કોરોના સામે?

અન્ય સમાચારો પણ છે...