મોલ-દુકાનો 24 કલાક ખુલ્લા રહેશે, હોમ ડિલિવરી શરૂ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકોમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં તેનું પાલન થઈ રહ્યું નહી હોવાનું તંત્રને જણાતા પાલિકા કમિશનરે શહેરના વિવિધ મોલ, રીટેઈલર, હોલસેલર, દુકાનદારોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી અને અનાજ, કરિયાણું સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓ જે વિસ્તારમાં જરુર જણાય ત્યાંના મોલ-દુકાનોને 24 કલાક ખુલ્લા રાખવા મંજૂરી આપી દેવાઈ છે. પરંતુ લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું રહેશે. દવા, અનાજની હોમ ડિલિવરી માટેની વ્યવસ્થા સ્થાનિક કુરિયરો, એપીએમસી માર્કેટ સાથે સંકલન કરી સુદ્દઢ કરવા કવાયત કરાઈ છે.

આ અંગે પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, જીવન જરૂરી ચીજવસ્તુઓ લોકોને સહેલાઈથી મળી શકે અને સોશિયલ ડિસ્ટન્સીંગનું જે ઑબ્જેક્ટિવ છે તે વ્યવસ્થિત રીતે પુરુ પડાઈ તે માટે પોલીસ કમિશનર સાથે સંપર્ક કરી એક સજેશન આપ્યું હતું, તેને સ્વીકારી બિનજરૂરી ભીડ ન થાય તેના માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે દૂકાનો જેવી કે, કરિયાણું, દવા જે વિસ્તારમાં જરૂર જણાય તે વિસ્તારમાં 24 કલાક ખુલ્લુ રાખી શકાશે. હોમ ડિલિવરી કરવા માટે સ્મુથ ઓપરેશન કરાઈ રહ્યું છે. સ્થાનિક કુરિયર એજન્સીઓ અને એપીએમસી સાથે લિંકઅપ કરાયું છે. આશા છે કે ટુંક સમયમાં ખાસ કરીને હોમ ડિલિવરી વ્યવસ્થિતિ થાય દૂકાનો-મોલમાં ભીડ ના થાય. તમામ લોકોને આજે મળેલી મિટિંગમાં સૂચના અપાઈ છે સોશિયલ ડિસ્ટંસીંગ જળવાઈ રહે તે માટે સૂચના અપાઈ છે. ખાસ કરીને જે શાકભાજી વેચતાં લારી-સ્ટોલવાળા છે તે સોસાયટી વિસ્તારમાં વેચી શાકમાર્કેટોમાં બિનજરૂરી ભીડ ના થાય એટલા માટે 216 સોસાયટીઓમાં 180 લારીઓ થકી કામગીરી આજથી શરૂ કરાશે.

ડેશબોર્ડ ચાલ થતાં અફવાઓથી બચી શકાશે

કોવિડ -19 કોરોના વાયરસની વૈશ્વિક મહામારીની ઉભી થયેલી પરિસ્થિતિ અંગે વિશ્વ, દેશની માહિતી તો ઓનલાઇન વિવિધ ડેશબોર્ડના માધ્યમથી મળી રહી છે. જો કે સુરત શહેરમાં પોઝિટીવ કેસ, શંકાસ્પદ કેસ, મરણાંક વગેરેની માહિતી શહેરીજનોને મળી રહે તે માટે અલગથી ડેશબોડ શરૂ કરવામાં આવશે એમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું. કોરોનાના કેસને લઇ ખોટી અફવાઓ બહુ ફેલાઇ રહી છે. જેથી આ ડેશબોડના માધ્યમથી સુરતની સચોટ માહિતી મળી રહેશે. કમિશનરે વધુમાં કહ્યું દિવસમાં બે વાર ડેસબોડને અપડેટ કરી માહિતી મુકવામાં આવશે.


આંકડાકીય માહિતી

{હોમ ક્વોરેનટાઇન: 3998

{સરકારી ક્વોરેનટાઇન: 115

{પ્રાઇવેટ ક્વોરેનટાઇન: 3

{87 ટેક્ષટાઇલ માર્કેટ સહિત 397 સ્થળે જંતુનાશક દવાનો છંટકાવ થયો

{2700 હોમ ક્વોરેનટાઇનનું મોબાઇલ એપથી મોનિટરીંગ

ડોર ટુ ડોર સર્વેમાં 46 લાખ લોકોનું ચેકઅપ કરાયું

રાહત : 216 સોસાયટીમાં 180 લારીવાળાઓ શાક વેચશે

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો માટે જ આદેશ

દવા તેમજ કરિયાણાની હોમ ડીલીવરી માટે આમ કરો : {દવા માટે વેબસાટ www.mediforall.com અથવા ફોન તથા વોટ્સએપ નંબર 9998899995, 9510972893 પર ઓર્ડર કરી શકશો {અનાજ-કરિયાણું માટે વેબસાઇટ www.saveitbig.com અથવા ફોન તથા વોટ્સએપ નંબર 9510972891 પર ઓર્ડર કરી શકાશે

આજથી કોર્ટ બે કલાક ચાલશે, વકીલોને ડ્રેસમાં રહેવા સૂચના: કોરોના વાયરસની સ્થિતિ વચ્ચે હાઇકોર્ટ આદેશ બાદ કોર્ટની કામગીરી અટકાવી દેવાઈ હતી, પરંતુ હવે નવા આદેશ બાદ 27મી માર્ચથી કોર્ટો શરૂ થવા જઈ રહી છે. આ કોર્ટોનો સમય સવારે 11 થી 1 નો રહેશે અને આગામી 18મી એપ્રિલ સુધી આ સ્થિતિ હેઠળ કોર્ટ ચાલશે.

સ્મીમેરમાં 200 બેડની હોસ્પિટલ માટે 80 ડોકટર સહિત 330 સ્ટાફની ભરતી થશે : કોરોના માટે 200 બેડની હોસ્પિટલ માટે ડોકટર સહિત 330ના સ્ટાફની એનએચએમ આધારીત માસિક ફીક્સ વેતનથી ભરતી કરવા જાહેરાત કરાઇ છે. જેમાં સ્પેશ્યાલીસ્ટ ફીઝીશ્યનની 10 જગ્યા, સ્પેશયાલીસ્ટ એનેસ્થેસીટની 10 જગ્યા સહિત ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

ભોજન માટે પાલિકાનો કંટ્રોલ રૂમ શરૂ : ગરીબોના ભોજન માટે પાલિકાએ સંવેદના-સુરત કેર્સની શરૂઅાત કરી છે. સેવા આપવા માંગતા લોકો દવા,માસ્ક,સેનીટાઈઝર માટે નં.9724345408,મેડીકલ સાધન માટે 9898631022,મેડીકલ સ્ટાફ માટે 9724344945,અનાજ તથા જરૂરી વસ્તુ માટે 9724345560, નાણાંકીય સહાય માટે નં. 9427421402 પર સંર્પક કરે.
અન્ય સમાચારો પણ છે...