તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉનથી લોકોનો ગુસ્સો વધ્યો, 3 દિવસમાં ઝગડાના 275 કોલ મળ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

} પોતાની આનંદ પ્રમોદની પ્રવૃતિ છે તે અન્યને ખલેલ ન પહોંચે તે રીતે કરો તો તમારૂ મગજ સ્વસ્થ રહે.મગજ સ્વસ્થ રહેશે તો તમે ઝઘડો નહીં કરો કે કોઇની સામે ઝઘડામાં નહીં ઉતરો.મગજને સ્વસ્થ રાખવા માટે તમારી ફિઝિકલ ફિટનેસ અને મેન્ટલ ફિટનેશ જરૂરી છે તે માટે તમારે આનંદ, પ્રમોદ, મનોરંજન, સેવાકીય પ્રવૃત્તિ, ધાર્મિક પ્રવૃતિ, સારૂ વાંચન, ધ્યાન, યોગ, મેડિટેશન કરો આટલું કરશો તો તમારો સ્વભાવ શાંત રહેશે અને તેની સાથે સામેવાળાનો સ્વભાવ પણ શાંત રહેશે. - ડો. મુકુલ ચોકસી, મનોચિકિત્સક

એક જ પ્રકારના સમાચાર આખો દિવસ ન જૂઓ

ફિઝિકલ અને મેન્ટલ ફિટનેશ જાળવી રાખો

corona effect

સિટી રિપોર્ટર . સુરત

હાલ લોકડાઉનની સ્થિતિમાં લોકોનું શારીરીક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તે જરૂરી છે. જેથી ઘરના સભ્યો અને સોસાયટીના લોકો વચ્ચેના ઝઘડા ટાળી શકાય. ઘરમાં પુરાઈ રહેવાને કારણે લોકોનું માનસિક સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે. શહેરમાં ઘરે જમવા, રહેવા બાબતે ક્યાં તો સોસાયટીનો ગેટ ખુલ્લો રાખવા તેમજ ટોળે ન વળવા જેવી નજીવી બાબતે થઈ રહેલા ઝઘડાનું પ્રમાણ વધી ગયું છે. સુરત શહેરની પોલીસે માત્ર 3 દિવસમાં નજીવી બાબતે થયેલા ઝઘડાના 275 જેટલા કોલ એટેન્ડ કરી ચૂકી છે. ત્યારે આવી સ્થિતિમાં લોકોનો તણાવ ન વધે અને ગુસ્સો ન આવે તે માટે લોકડાઉનમાં માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે શું કરવું? જાણો એક્સપર્ટ પાસેથી..


} આખો દિવસ સમાચાર જોવાને બદલે માત્ર ઇન્ફોર્મેશન લેવા જેટલા જ સમાચાર જોવો જેથી પેનિક કે તણાવ ન ઉભો થાય. 21 દિવસના લાંબા સમય સુધી ઘરમાં રહેવાનો વારો આવે ત્યારે કેટલાક લોકોમાં ફસ્ટ્રેશન બહાર આવે છે. તો કેટલાકને બિમારીના કારણે તો કેટલાકને સ્વભાવના કારણે અકળામણ થાય છે. જેના કારણે ઝઘડાઓ થાય છે. ત્યારે પોતાની જાતને આનંદ મળે તે રીતે પ્રવૃતિમાં પોતાની જાતને રોકી રાખો અને મન પ્રફલિત થાય તેવું સંગીત પણ સાંભળવાથી તણાવ મુક્ત થઇ શકાય છે. -ડો. પ્રણવ પચ્ચીગર, મનોચિકિત્સક
અન્ય સમાચારો પણ છે...