બારડોલી વિસ્તારમાં ગરીબોને અનાજ અને ફૂડના પેકેટ પહોંચાડવા માટે કિન્નર સમાજ આગળ આવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી નગરમાં લોક ડાઉનને પગલે સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાને કિન્નર સમાજ દ્વારા મદદ કરી કરી નવરાત્રિમાં સેવાનું કાર્ય કરી રહ્યા છે. તેઓ પોતે આ બંધના એલાનમાં લોકોની મદદે જઇ નહીં શકે પરંતુ આવી મહામારીના સમયે માનવધર્મ શ્રેષ્ઠ ધર્મ સમજી બારડોલીની એક સેવાકીય સંસ્થાને જરૂરિયાતની વસ્તુ પુરી પાડી હતી.

21 દિવસના લોકડાઉનમાં લોકોનું જીવન ધોરણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે બારડોલી કિન્નર સમાજ દ્વારા એક સેવાકીય સંસ્થાની કામગીરી જોઈ તેઓને જરૂરિયાતની તમામ વસ્તુઓ પુરી પાડી છે. સાથે સાથે આવી સેવાકીય સંસ્થાઓ ગરીબ અને ભુખ્યાઓને બે સમયનું ભોજન પહોંચાડી માનવ ધર્મ નિભાવે અને તેઓ દ્વારા આ સેવાકીય સંસ્થાને આશિર્વાદ આપ્યા હતા. બારડોલી નગરમાં ઘણી સંસ્થાઓ ગરીબોને જમવાનું પહોંચાડી પોતાનો ધર્મ નિભાવે છે. ત્યારે એવી સંસ્થાને પણ ફંડની જરૂર હોય છે. તો બારડોલીનો કિન્નર સમાજ આગળ આવી મદદ કરી હતી. માત્ર બારડોલી જ નહીં પરંતુ નવસારી, નવસારીના આજુબાજુના ગામડાઓ સુધી સેવા કરતા તમામને કિન્નર સમાજ દ્વારા મદદ પુરી પાડવામાં આવી હતી. એક સમયે 600થી 700 લોકોનું જમવાનું બનાવી અને દરેક વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે. આવી ખડેપગે સેવા કરતી
સંસ્થાની કામગીરી જોઈ લોકોએ બિરદાવી હતી.

_photocaption_કિન્નર સમાજ દ્વારા સંસ્થાને મદદ કરવામાં આવી હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...