તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરમી, કોરોનાને લઈ જરૂરિયાત વધી છતાં નફ્ફટાઈભર્યો પાણીકાપ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિકા કચેરીએ પાણીના મોરચા મંડાયા છે

ઉનાળાની ગરમી શરૂ થઈ, કોરોનાને લઈ પણ પાણીની જરૂરિયાત વધી અને તળાવ છલોછલભર્યું હોવા છતાં નવસારી પાલિકાએ હજુ પાણીકાપ રાખી એક જ ટાઈમ આપવાનું જારી રાખ્યું છે.

ધુળેટીના બે દિવસને બાદ કરતાં નવસારી પાલિકાએ ઘણા દિવસોથી જારી પાણીકાપ હજુય જારી રાખ્યો છે અને બે ટાઇમની જગ્યાએ એક જ ટાઈમ પાણી આપી રહી છે. જોકે હવે સ્થિતિ બદલાઈ છે. હવે ઉનાળાની ગરમી શરૂ થતાં પાણીની જરૂરિયાત વધી છે.બીજું કે કોરોના વાયરસથી બચવા તંત્ર સાબુથી હાથ ધોવા, વારંવાર પાણી પીવાનું પણ જણાવતા પાણીની જરૂરિયાત વધે એ સ્વાભાવિક છે. જ્યાં પાણી જરૂરિયાત વધી તો પાલિકાનું પાણી પૂરું પાડતું તળાવ પણ હાલ છલોછલ ભરાઈ ગયું છે, આમ છતાં પાલિકાએ પાણીકાપ હળવો ન કરી એક ટાઈમ જ પાણી આપવાનું જારી રાખ્યું છે. શહેરના કેટલાક વિસ્તારમાં બુમરાણ શરૂ થઈ છે અને પાણીના મોરચા પણ આવી રહ્યા છે. ખરાબ પાણી, અપૂરતા પાણીની ફરિયાદ વધી છે. અહીં ઉલ્લેખનીય છે કે પાણીકાપ મુકવા ટાણે નહેરનું ઓછું પાણી મળવાનો તર્ક અપાતો હતો. હવે તો ડેમ ભરાતા પાણી વધુ મળે છે અને જરૂરિયાત પણ વધી છે છતાં પાલિકા નફ્ફટાઈથી પાણીકાપ હળવો કેમ કરતી નથી?
અન્ય સમાચારો પણ છે...