સવારે 7 થી સાંજે 7 પેટ્રોલ વેચાણનો નિર્ણય, બાદમાં માત્ર ઈમરજન્સી વાહનોને જ મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોન્ટ્રાક્ટ પ્રથાના કારણે કારીગરોને હજુ સુધી પગાર કે અનાજ મળ્યું નથી

_photocaption_હવે થી પેટ્રોલ ભરાવવા જાવ તો માસ્ક પહેરવું જરૂરી છે, માસ્ક પહેર્યું હશે તો જ પેટ્રોલ આપવામાં આવશે. એવા બોર્ડ લગાવવામાં આવ્યા છે.*photocaption*

સુરત | સુરત અને તાપી ડિસ્ટ્રીકટ પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના પ્રમુખ બચુભાઇ દેસાઇએ જણાવે છે કે, સુરત અને તાપી જિલ્લાના પેટ્રોલપંપ સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લા રાખવા નિર્ણય કરાયો છે. આ સાથે પંપ પર પેટ્રોલ અને ડિઝલ પુરાવા માટે માસ્ક પહેરવું ફરજયાત નથી. એસોસિએશનનો નિર્ણય છે કે, સવારે 7 થી સાંજે 7 સામાન્ય લોકોને પેટ્રોલ વેચાણ થશ બાદમાં માત્ર ઈમરજન્સી વાહનોને જ પેટ્રોલ અપાશે.

સુરત | ટેક્સટાઈલ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રા અને પ્રવક્તા શાન ખાન જણાવે છે કે, સહારાદરવાજા અને આસપાસના મોટા ભાગના કારીગરો કોન્ટ્રાક્ટરની નીચે કામ કરતાં હોય છે. જેમનો પગાર નથી થયો તેઓ અનાજ અને અન્ય ખર્ચ માટે વલખા મારે છે. એવા કારીગરોને પગાર અને અનાજની વ્યવસ્થા માટે કલેકટરને રજૂઆત કરાઇ છે.
અન્ય સમાચારો પણ છે...