તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોલવણના યુવકને કોરોના આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

14 દિ’ પહેલા કેનેડાથી આવેલા

વ્યારા| તાપી જિલ્લામાં ગત થોડા સમય પહેલા વિદેશ ફરી ને આવેલી એક મહિલાને કોરોના વાયરસ શંકાશ્પદ લગતા તેના બલ્ડ સેમપ્લો અમદાવાદ મોકલી અપાય હતા. જોકે તે નેગેટિવ આવતા તંત્રે હાશકારો લીધો હતો. જે દરમિયાન તાપી જિલ્લામાં વિદેશ થી આવેલા તમામ વ્યક્તિઓ ને તાપી જિલ્લા આરોગ્ય તંત્ર ઓબ્જવેશન (હોમ કોરોન્ટાઈન )માં રાખ્યા હતા. ડોલવણ પંથક માં રહેતા યુવક કેનેડા કામકાજ અર્થે ગયો હતો અને ત્યાંથી 14 દિવસ પેહલા ડોલવણ પંથક માં તેના ઘરે આવ્યો હતો. તાપી આરોગ્ય વિભાગ દ્વારા તેને 14 દિવસ થી દેખરેખ હેઠળ રખાયો હતો. જેને આજરોજ શરદી, ઉધરસ અને નબળાઈ જણાય આવતા યુવકને તાત્કાલિક વ્યારા જનરલ હોસ્પિટલમાં કોરોના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે. જનરલ હોસ્પિટલ દ્વારા યુવકના સેમ્પલ લઈ તને અમદાવાદ મોકલાયા છે.
અન્ય સમાચારો પણ છે...