ડાંગનાં સરહદી ગામોએ માર્ગ બંધ કરી મહારાષ્ટ્રના લોકોની અવરજવર અટકાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશભરનાં રાજ્યોમાં કોરોના વાઈરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે,જેના પગલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 21 દિવસ સુધી લોકડાઉનનો નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત રાજ્યનાં છેવાડે આવેલો ડાંગ જિલ્લો મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલો છે તેમજ ડાંગ જિલ્લાનાં મોટાભાગનાં ગામડાઓ મહારાષ્ટ્ર રાજ્યનાં સરહદીય બોર્ડરને જોડતા હોય અને અન્ય રાજ્યમાંથી કોઈ વ્યક્તિ આરોગ્ય તપાસણી વગર ન આવી જાય તે માટે અહી ગામડાનાં લોકોએ જ જાગૃતતા કેળવી બહારનાં ઈસમોને ગામમાં પ્રવેશબંધી કરી દીધી છે. ડાંગ જિલ્લાનાં સરહદીય ગામડાનાં જાગૃત નાગરિકો દ્વારા ગામની ચારેતરફના રસ્તા બ્લોક કરી દીધા છે, જેના કારણે અન્ય રાજ્યનાં લોકો આવી શકે નહી અને ગામના લોકો પણ બહાર જઈ શકે નહી. વધુમાં ડાંગનાં ગામોમાં અન્ય જિલ્લા કે રાજ્યનાં વ્યક્તિઓ માટે પ્રવેશબંધીનાં સૂચક બોર્ડ તથા બેનેરો પણ લગાવી દેવાયા છે. કોરોના વાઈરસનાં પગલે ડાંગનાં 7 એન્ટ્રી રોડ પર અન્ય જિલ્લા કે રાજ્યમાંથી આવનાર લોકોનું સ્ક્રિનીંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ડાંગ જિલ્લો મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર પર આવેલો હોવાથી મોટાભાગનાં સરહદીય ગામડાઓનાં લોકો રોજીરોટી મેળવવા માટે મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લામાં દ્રાક્ષની વાડીઓમાં જતા હોય છે, તેવામાં હાલમાં મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાઈરસનાં સૌથી વધુ પોઝિટિવ કેસો નોંધાવાનાં પગલે અહી પણ કરફ્યુ સહિત લોકડાઉનનાં નિર્ણયો લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...