તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણદેવીના ગુમ યુવકની લાશ ફાંસો ખાધેલી હાલતમાં મળી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગણદેવી પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી હતી. દિવ્યેશ અજીતભાઈ હળપતિ(24), રહે. ગણદેવી કેનિંગ ફેકટરી નજીક મંદિર ફળિયામાંનાઓ તેમની માતા સાથે રહેતા હતા. દિવ્યેશ મંગળવાર તા. 24.03.20ના રોજ રાત્રીના 8 કલાકે કોઈ અગમ્ય કારણોસર, પરિવારમાં કે કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગયો હતો. જેની ખુબ શોધખોળ કરતા પણ નહિ મળી આવતા આ અંગે પરિવારે ગણદેવી પોલીસમાં દિવ્યેશના ભાઈ દ્વારા ગુમ થયાં અંગેની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન શનિવાર સાંજે ઘર નજીકની ધનોરી ચાર રસ્તા પાસે આવેલ એક ચીકુવાડીમાં ચીકુવૃક્ષના વૃક્ષની ડાળીએ શર્ટથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક યુવકની લાશ મળી હોવાનું જણાયું હતું. જે અંગે ઘટનાની જાણ ગુમ દિવ્યેશભાઈના પરીવારજનોને કરતા તેમને આવી ફાંસો ખાધેલી હાલમાં મળેલ લાશ ગુમ દિવ્યેશભાઈની હોવાની ઓળખ કરી હતી.

મૃતક દિવ્યેશભાઈના માતા રમીલાબેન હળપતિ(45)એ ગણદેવી પોલીસમાં જાણ કરી હતી. મૃતક દારૂ પીવાની આદત ધરાવતો હતો. થોડા સમય અગાઉ તેણે દારૂ છોડી દેતાં તે માનસિક તાણમાં હતો જેથી તેણે આ અવિચારી પગલું ભરી લીધું હોવાનું પોલીસને જણાવ્યું હતું. મૃતકે અચાનક આ અવિચારી પગલુ ભરી લેતાં વિધવા માતાએ પોતાના જીવનનો આધાર ગુમાવવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...