તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોર્ડની ઉત્તરવહી 14 એપ્રિલ બાદ તપાસવામાં આવશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિક્ષણ બોર્ડે ધોરણ-10 તથા ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી તપાસવાની કામગીરી 14મી એપ્રિલ, 2020 સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. શિક્ષણ બોર્ડની પરીક્ષા અપાવનાર વિદ્યાર્થીઓને પરિણામ સમયસર આપવા માટે ઘણા શિક્ષકોએ ઘરથી જ ઉત્તરવહી તપાસવાની માંગ કરી હતી. પણ શિક્ષણ બોર્ડે ના પાડી 14મી એપ્રિલ બાદ જ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી સોપવાનો આદેશ કરયો છે. શહેરમાં ધોરણ-10ના 93,605, ધોરણ-12-સામાન્ય પ્રવાહના 52,618 અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના 17,260 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. અહીં વાત એવી છે કે, શિક્ષણ બોર્ડે પહેલા 31મી માર્ચ સુધી ઉત્તરવહી તપાસવાની કામગીરી અટકાવાનો આદેશ કર્યો હતો. પરંતુ ભારત સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન અપાતા ગુજરાત શિક્ષણ બોર્ડે 14મી એપ્રિલ 2020 સુધી ઉત્તરવહી નહીં તપાસવાનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...