તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાપ્તાહિક બજારો બંધ કરવા જાહેરનામું પણ શાકભાજી માર્કેટો અંગે કોઈ ફોડ નહીં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત : કમિશનરે કોરોનાને પગલે વધુ લોકો ભેગા થતાં હોય તેવા હાટ-બજારો બંધ કરાવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તેમાં જણાવાયું છે કે, શહેરમાં ભરાતા હાટ, બજારો જેવા કે, મંગળવારી, ગુરુવારી, શનિવારી, રવિવારી વગેરે બજારો તારીખ 21 થી લઈ 31 સુધી ભરી શકાશે નહી. આ વિસ્તારના મુખ્ય રસ્તાઓ રાબેતા મુજબ રાહદારીઓ માટે ચાલુ રહેશે. જોકે, ગોપી તળાવ બહાર ભરાતી બજાર, જાહેર રસ્તાઓ ભાગળ-કાંસકીવાડ પર ભરાતા શાકભાજી માર્કેટો તેમજ ચૌટા બજારમાં સૌથી વધુ લોકો ખરિદી માટે એકત્રિત થતાં હોય છે. તે અંગે કોઈ ફોડ પાડ્યો ન હોય પાલિકાની ઢિલી નિતીને વખાડવામાં આવી રહી છે.
અન્ય સમાચારો પણ છે...