96 આરોપીઓને જેલમાં ન રખાયા, કોરોના ફેલાઈ શકે તેમ હોવાથી ક્વોરેન્ટાઈન કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રવિવારની રાત્રિએ પાંડેસરામાં પોલીસ પર થયેલાં પત્થર મારાના બનાવમાં કુલ 96 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આજે આ તમામ આરોપીઓ તરફે રજૂ કરવામાં આવેલી જામીન અરજી પર દલીલો થઈ હતી. સરકાર પક્ષે દલીલ કરવામાં આવી હતી કે, આરોપીઓ વિરુધ્ધ જે ગુનો દાખલ થયો છે તે ગંભીર પ્રકારનો ગુનો છે અને આવા પ્રકારના ગુનામાં જો આરોપીઓને સહેલાઇથી જામીનમુક્ત કરવામાં આવે તો સમાજમાં આવા પ્રકારના ગુનાનું પ્રમાણ વધી જાય અને સામાજિક સલામતીનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે. દલીલો બાદ કોર્ટે ટાંકયું હતું કે, આટલી મોટી સંખ્યામાં આરોપીઓને જેલમાં મૂકવા એ પણ યોગ્ય નથી કારણ કે તો તેમ કરવામાં આવે તો જેલમાં પણ આ બિમારીનો ફેલાવો ઘણા મોટા પ્રમાણમાં થવાની શક્યતા રહેલી છે. કોર્ટે આરોપીઓને જામીન પર મુકત કર્યા હતા પરંતુ પોલીસ મથકને તમામ આરોપીઓને કોરેન્ટાઇન કરવાના આદેશ પણ આપ્યા હતા. જેથી તેઓ પલાયન ન કરી શકે.

સરકાર પક્ષની દલીલ

કોરોનાની ગંભીર બીમારીને ધ્યાને લઇને તથા આરોપીઓને કોરોન્ટાઇન કરી શકાય અને આ આરોપીઓ ફરીથી અન્ય કોઈના સંપર્કમાં ન આવે અને કોરોનાનો વધુ ફેલાવો ન થાય અને સરકાર દ્વારા લોક ડાઉનને ધ્યાને રાખી જે વ્યક્તિ જ્યાં છે ત્યાં જ રહે અને પલાયન ન થાય તે રીતે નિર્ણય કરવાની દલીલ કરાઈ હતી.

કોર્ટે હુકમમાં શું નોંધ્યું

આરોપીઓની ગુનામાં ભૂમિકા અને કૌટુંબિક સ્થિતિ ધ્યાને લેતા અને લોકડાઉનમાં કોરોનાની બીમારી છે અને આરોપીઓને જે સંજોગોમાં અટક કરવામાં આવ્યા છે તે ધ્યાને લેવામાં આવે તો તેઓ પોતાના વતન તરફ પલાયન કરી રહ્યા હતા અને તે અટકાવતા આરોપીઓએ ગુનો આચર્યો છે. વધુમાં એ સ્વીકૃત છે કે હાલના સંજોગોમાં જ્યારે લોક ડાઉન રહેલો હોય ત્યારે જામીન અંગેની વ્યવસ્થા પણ આરોપીઓ કરી શકે તેમ નથી. તેવા સંજોગોમાં આરોપીઓના જમવા તથા દવા અંગેના અન્ય ખર્ચ બાબતે રાજય સરકાર તરફથી કલેકટરને જાણ કરી યોગ્ય વ્યવસ્થા કરવા હુકમ કરી લોકડાઉન પૂર્ણ થયા બાદ આરોપીઓને કોર્ટમાં જામીન માટે રજૂ કરવાનો હુકમ કરાયો હતો.

પાંડેસરામાં તોફાન મચાવનાર 96ની ધરપકડ, રેપીડ એક્શન ફોર્સ ઉતારાઈ

પાંડેસરામાં પોલીસ પર પથ્થરમારો કરવાના કેસમાં આરોપીઓની યોગ્ય વ્યવસ્થા માટે કોર્ટનો આદેશ

કોરોના ઇફેક્ટ કોર્ટના ચુકાદામાં દેખાઈ: લોકડાઉન પછી જામીન માટે રજૂ કરી શકાશે

સુરત : પોલીસ પર પથ્થર મારો કરવાના બનાવમાં 96 તોફાનીઓની ધરપકડ થતા આ વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે.

પાંડેસરા વડોદગામ ગણેશનગર વિસ્તારમાં રહેતા પરપ્રાંતિયો મોટી સંખ્યામાં પગપાળા વતન જવા નીકળ્યા હતા. આ શ્રમજીવીઓને અટકાવવા માં આવતો તેમણે પોલીસ પર પથ્થરમારો કરીને તોફાન મચાવતા પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દઇને 96 તોફાનીઓની ધરપકડ કરી હતી. સોમવારે આ તમામને કોર્ટમાં રજૂ કરતા તમામને જામીન પર મુક્ત કર્યા છે. જ્યારે સવારથી જ પાંડેસરા વિસ્તારમાં તંગદિલી છવાઇ હતી. પરિસ્થિતિને તાગ મેળવવા કમિશનર બ્રહ્મભટ્ટે સ્થળ મુલાકાત લીધી હતી. જ્યારે સીઆરપીએફ અને રેપિડ એક્શન ફોર્સને ગોઠવી દેવાઈ છે. આ ફોર્સે તોફાનગ્રસ્ત વિસ્તારમાં ફલેગમાર્ચ કર્યું હતું.

_photocaption_કોર્ટના હુકમ બાદ પોલીસ દ્વારા 96 લોકોને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. *photocaption*
અન્ય સમાચારો પણ છે...