ઉકાઇમાં જુગાર રમતા 6 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોનગઢ | ઉકાઈ લાલટેકરી વિસ્તારમાં રહેતા યુવકો ફળીયા નજીક આવેલ એક ખુલ્લી જગ્યામાં પાનાપત્તા વડે તીનપત્તી નો જુગાર રમતા હોવાની બાતમીને આધારે ઉકાઈ પોલીસે રેડ કરતા સ્થળ પરથી ત્રણ યુવકો જુગાર રમતા મળી આવ્યા હતા બાકીના ત્રણ લોકો જુગાર રમતા જુગારીઓને નિહાળતા મળી આવ્યા હતા. પોલીસે કલ્પેશ ગોકુલ પાટીલ,રૂપેશ સુખદેવ જાધવ અને મુસ્તાન અકબર ખાટીક (તમામ.રહે લાલ ટેકરી ઉકાઇ)ને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. જયારે એમની સાથે બેસી જુગારની રમત નિહાળતા રાહુલ રાજુ વાકડે,મહેશ નાના સોનવણે અને સદ્દામ સિકંદર ખાટીક રહે.લાલટેકરી પણ પોલીસની ચકરડીએ ચઢી ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 4010 અને 02 મોબાઈલ જપ્ત કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...